ETV Bharat / state

કોરોના વેક્સિન : રાજ્યમાં 10 ડિસેમ્બરથી ડોર 2 ડોર સર્વે શરૂ થશે, સરકારે ડેટા શરૂ કરવાની કામગીરી હાથ ધરી

author img

By

Published : Dec 9, 2020, 2:58 PM IST

Updated : Dec 9, 2020, 8:33 PM IST

સમગ્ર વિશ્વ કોરોનાની ચપેટમાં છે, ત્યારે ભારત દેશ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સીન હવે લગભગ તૈયાર થઈ ગઈ છે. ત્યારે તેની વહેંચણી કઈ રીતે કરવી તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોડમેપ તૈયાર કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં વેક્સિન આપવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. જેને લઇને 10 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં ડોર 2 ડોર સર્વે હાથ ધરવામાં આવશે.

કોરોના વેક્સિન : રાજ્યમાં 10 ડિસેમ્બરથી ડોર 2 ડોર સર્વે શરૂ થશે

  • કોરોના વેક્સિન મુદ્દે સરકાર શરૂ કરશે ડોર 2 ડોર સર્વે
  • સમગ્ર રાજ્યમાં 10 ડિસેમ્બરથી સર્વે શરુ કરવામાં આવશે
  • પ્રથમ તબક્કે આરોગ્યકર્મીઓને વેક્સિન અપાશે

ગાંધીનગર:સમગ્ર વિશ્વ કોરોનાની ચપેટમાં છે, ત્યારે ભારત દેશ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સીન હવે લગભગ તૈયાર થઈ ગઈ છે. ત્યારે તેની વહેંચણી કઈ રીતે કરવી તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોડમેપ તૈયાર કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં વેક્સિન આપવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. જેને લઇને 10 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં ડોર 2 ડોર સર્વે હાથ ધરવામાં આવશે.

સમગ્ર જિલ્લા તંત્રને આપવામાં આવી સૂચના

મળતી માહિતી પ્રમાણે કોરોના વાઈરસના વેક્સિન માટે ઘરે-ઘરે જઈ સર્વે હાથ ધરવામાં આવશે. 10 ડિસેમ્બરથી શરૂ થતાં સર્વે અભિયાનમાં રાજ્ય સરકારે તમામ જિલ્લા તંત્રને સૂચનાઓ આપી છે. આ સૂચનાઓ પ્રમાણે ૫૦ વર્ષથી વધુ વ્યક્તિઓના ડેટા અલગથી તૈયાર કરવામાં આવશે. તેમજ 50 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને અન્ય ગંભીર પ્રકારની બીમારી હોય તેવા નાગરિકોના ડેટા પણ અલગથી તૈયાર કરવામાં આવશે. 50 વર્ષથી ઉપરના અને ગંભીર બિમારી ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપીને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

કો-વિમ નામના પ્લેટફોર્મ પર ડેટાબેઝ તૈયાર કરાશે

રાજ્ય સરકારે પોતાના વ્યક્તિને લઈને સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ડેટાબેઝ તૈયાર કરવાની સુચના તમામ જિલ્લા તંત્રને આપવામાં આવી છે, જ્યારે આ ડેટાબેઝ કો-વિમ નામની આઈ ટી. પ્લેટફોર્મ પર ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આ ડેટાબેઝમાં વેક્સિનનો લાભ લેનારા વ્યક્તિ, વેક્સિન આપનારા વ્યક્તિ, ડોઝ આપ્યાની તારીખથી લઈને ઉપલબ્ધ સ્ટોકની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે રાજ્ય સરકારની કામગીરી

ગુજરાતમાં કોરોના વેક્સિનને લઈને કેન્દ્ર સરકાર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં હેલ્થ વિભાગને ગુરુવારથી સર્વે કરવાની સૂચના આપી હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી. આમ હવે ગુજરાતમાં કોરોના વેક્સિનના વિતરણ અને ડોઝ આપવાની તમામ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચનાઓ પ્રમાણે જ રાજ્ય સરકાર કામગીરી કરી શકે છે.

Last Updated : Dec 9, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.