ETV Bharat / state

રાજ્યમા કોરોનાનાં નવા 992 પોઝિટિવ કેસ, 5 મોત, 1238 ડિસ્ચાર્જ, કુલ કેસ 1,69,073

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 992 કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દીઓના મોત નિપજ્યા હતા. આજે પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. કુલ 1238 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,69,073 થઇ છે.

 corona
corona
author img

By

Published : Oct 27, 2020, 8:50 PM IST

Updated : Oct 28, 2020, 9:55 AM IST

  • રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો
  • 24 કલાકમાં નવા 992 કેસ સામે આવ્યા
  • આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 24 કલાકમાં નવા 992 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 5 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,69,073 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. આજે 1238 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

જિલ્લા મુજબ આંકડાકીય માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 163, અમદાવાદ કોર્પોરેશન 158, રાજકોટ કોર્પોરેશન 66, સુરત 62, વડોદરા કોર્પોરેશન 75, મહેસાણા 35, વડોદરા 39, પાટણ 33 રાજકોટ 28, ગાંધીનગર કોર્પોરેશન 26, સાબરકાંઠા 25, ભરૂચ 20 ગાંધીનગર 20, સુરેન્દ્રનગર 18 અમરેલી 17, બનાસકાંઠા 17, જામનગર કોર્પોરેશન 16, આણંદ 13 પંચમહાલ 13, અમદાવાદ 12 કચ્છ 12 મોરબી 12, નર્મદા 12 જામનગર 10, ભાવનગર કોર્પોરેશન 9, જુનાગઢ કોર્પોરેશન 9, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, ખેડા 8, મહીસાગર 8, છોટાઉદેપુર 7 દાહોદ 7, દેવભૂમિ દ્વારકા 6, અરવલ્લી 4 નવસારી 4 તાપી 4, ભાવનગર 3 વલસાડ 2, બોટાદ 1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

મહાનગરોમાં સૌથી વધુ કેસ
આ ઉપરાંત 64 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 3698 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 41,798 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 163 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 62 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 225 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

Last Updated : Oct 28, 2020, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.