ETV Bharat / state

ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ : 17 કર્મચારીઓ પોઝિટિવ - Corona explosion at Gandhinagar

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ થયો હતો. ગાંધીનગર સર્કિટ હાઉસમાં 17 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં કેસ સામે આવતા ગાંધીનગરમાં ફફડાટ ફેલાયો છે.

gandhinagar corona update
gandhinagar corona update
author img

By

Published : Mar 30, 2021, 3:58 PM IST

  • ગાંધીનગર સર્કિટ હાઉસના 17 કર્મચારીઓ પોઝિટિવ
  • રસોડા સ્ટાફ રૂમ સર્વિસ સ્ટાફ વગેરે પોઝિટિવ
  • ગાંધીનગરમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ વધ્યા

ગાંધીનગર : પાટનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સર્કિટ હાઉસમાં 17 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સમગ્ર ગાંધીનગરમાં ખળભળાટ મચ્યો હતો. જેની અસર ગાંધીનગરમાં થતા આ લોકોમાં કોરોનાનો ભયનો માહોલ સર્જાયો છે. જો કે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ કેસમાં વધારો થવાની શક્યતા રહેલી છે, તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચો - IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મેનેજર સહિતનો સ્ટાફ કોરોના પોઝિટિવ

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવેલા કોરોના પોઝિટિવ 17 લોકોમાં મેનેજર સહિતનો સ્ટાફ જેમાં રૂમ સર્વિસ, હાઉસકીપિંગ સ્ટાફ વગેરે સંક્રમિત થયા હતા. જે કારણે સર્કિટ હાઉસની જમવાની, ચા, નાસ્તાની તમામ પ્રકારની સુવિધાઓ અત્યાર પૂરતી બંધ કરવામાં આવી છે તેવું સર્કિટ હાઉસના નોટિસ બોર્ડ પર લાગેલું છે.

આ પણ વાંચો - ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,270 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ

કોરોનાના કેસ વધતા ગાંધીનગરમાં ટેસ્ટિંગની લાઈન લાગી

કોરોનાના કેસ ગાંધીનગર ખાતે વધતા સેક્ટર 21 ખાતે કોરોના ટેસ્ટિંગને લઈને શહેરીજનોએ લાંબી લાઇન લગાવી હતી. ટેસ્ટિંગ સવારે 10 કલાકે શરૂ થાય છે, તે પહેલાં જ લાંબી લાઈન જોવા મળે છે. આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આવેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં પણ એટલા જ મહત્વના છે.

આ પણ વાંચો - ગાંધીનગરમાં કોરોનાની ઝપેટમાં આવનાર સૌથી વધુ યુવાનો, 60 ટકા યંગસ્ટર પોઝિટિવ આવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.