ગાંધીનગર : કોરોના વાયરસ દર્દીના સંપર્કમાં આવવાના કારણે ફેલાઇ છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તક ફરજ બજાવતા કર્મચારીઓની હાજરી બાયો મેટ્રિકસ સિસ્ટમ દ્વારા લેવામાં આવે છે, ત્યારે હાજરી પૂરવા માટે મશીન પર આંગળી મૂકવી પડતી હોય છે.
મશીન ઉપર એક પછી એક તમામ કર્મચારીઓનું પંચ થતુ હોય છે. જેના કારણે એકબીજાની આંગળી સ્પર્શ થવાને લઈને કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકમાં આવેલી કચેરીઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી ભરવામાં આવતી હાજરીને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, જિલ્લા પંચાયત વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકની કચેરીઓમાં બાયોમેટ્રીક એટેન્ડન્સ લેવામાં આવતી હતી કે, 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઇને કોરોના વાઇરસને ફેલાવતો અટકાવી શકાય છે, બાયોમેટ્રિકસ એટેન્ડન્સની અવેજીમાં કર્મચારીઓએ હાજરીપત્રકમાં સૂચક રીતે સહી કરવાની રહેશે.