ગાંધીનગરઃ રાજ્યનું પાટનગર મહાનગરનો વિસ્તારના મુક્ત થઈ ગયો હતો. પરંતુ એક કેસ સામે આવતા ગાંધીનગર શહેરમાં કોરોના દર્દીની સંખ્યા સામે આવી રહી છે. સેક્ટર 3C માં રહેતા એક 52 વર્ષિય મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઇને મહાનગર વિસ્તારમાં કોરોના વાઇરસ એક્ટિવ થઈ ગયો છે. બીજી તરફ સરકારી આંકડા પ્રમાણે જોવા જઈએ તો હવે ગાંધીનગર જિલ્લામાં 24 કેસ થયાં છે.
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી 11 જેટલા કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા હતા. જે તમામ દર્દીઓ સાજા થઈને પરત ગયા હતા. પરંતુ ગાંધીનગર શહેરના સેક્ટર 3Cમાં રહેતા 52 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ ગાંધીનગર મહાપાલિકાનું આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયો છે.
આ મહિલા હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. ક્યાં ગયા હતા? કોને મળ્યા હતા? તમામનો ઇતિહાસ કરવામાં આવી રહ્યો છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ગાંધીનગર શહેરમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો ન હતો.