ETV Bharat / state

રાજ્યના રેડઝોન વિસ્તારોનું વીડિયોગ્રાફી અને CCTV દ્વારા સતત મોનિટરીંગ : DGP શિવાનંદ ઝા - The state government formulated the policy rationally

રાજ્યના DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે. જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલા સહયોગ મુજબ આગળ પણ સહયોગ આપે તે જરૂરી છે.

રાજ્યના રેડઝોન વિસ્તારને વીડિયોગ્રાફી અને CCTV દ્વારા સતત મોનિટરીંગ :  DGP શિવાનંદ ઝા

author img

By

Published : May 4, 2020, 11:15 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં પ્રથમ અને બીજા લોકડાઉન કરતા ત્રીજા લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરાવવામાં આવે છે. ત્યારે રાજ્યના DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે. જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલા સહયોગ મુજબ વધારે સહયોગ આપે તે જરૂરી છે.

રાજ્યના રેડઝોન વિસ્તારને વીડિયોગ્રાફી અને CCTV દ્વારા સતત મોનિટરીંગ :  DGP શિવાનંદ ઝા
રાજ્યના રેડઝોન વિસ્તારને વીડિયોગ્રાફી અને CCTV દ્વારા સતત મોનિટરીંગ : DGP શિવાનંદ ઝા
શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે જે નાગરિકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે. તેઓ તેમના વતન જવા ઈચ્છતા હોય તો રાજ્ય વહીવટી તંત્ર દ્વારા રેલવે અને ખાનગી બસની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે, તેમાં ધીરજ રાખી સહયોગ કરે. આ વ્યવસ્થાને અનુસરીને લોકો જો કાયદો હાથમાં લેશ. તો ચલાવી લેવાશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરાશે.ઉપરાંત જે વિસ્તારોમાં સંક્રમણ વધુ છે એવા રેડઝોન વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એટલે આ વિસ્તારના લોકો ચેતીને તંત્રને સંપૂર્ણ સહયોગ આપે. જ્યાં કેસો વધુ છે તે જગ્યાઓને કન્ટેન્ટમેન્ટ બનાવી ત્યાં અવરજવર ઓછી થાય એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે.

કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં વીડિયોગ્રાફી અને CCTV દ્વારા સતત મોનિટરીંગ કરવા પણ સૂચના અપાઇ છે અને અવર-જવર કરતા પ્રત્યેક વાહનો અને વ્યક્તિઓનું સઘન ચેકિંગ પણ કરાશે. તેમણે કહ્યું કે કન્ટેન્ટમેન્ટની આસપાસના વિસ્તારના લોકો પણ ખૂબ તકેદારી રાખે અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરે જો કાળજી નહીં રખાય તો નવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બનશે.

અમદાવાદમાં મણિનગર વિસ્તારને નવો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. ઉપરાંત રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં પણ લૉકડાઉનના અમલને હળવાશથી લેવાશે નહીં. આ વિસ્તારમાં અપાયેલી છૂટછાટ સિવાયની દુકાનો કે સેવાઓ ખુલ્લી હશે. તો નિયમો અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાશે, એ જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ શરતોને આધિન છૂટછાટ અપાઇ છે. તેનું પણ જો ઉલ્લંઘન થશે તો ગૂનો નોંધાશે.

લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વાઇરસ પર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેની વધુ વિગત આપતા ઝાએ જણાવ્યું હતું કે 29 એપ્રિલના રાજકોટ જિલ્લામાં જસદણ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ પર હુમલાનો એક બનાવ નોંધાયેલ છે.

જેમાં સામેલ એક આરોપીને પાસા હેઠળ કાર્યવાહી કરી લાજપર જેલ સુરત ખાતે મોકલી આપેલા છે. જયારે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે 29 એપ્રિલના રોજ આશા વર્કર પર થયેલા હુમલાના બનાવને ગંભીરતાથી લઇ ઇ.પી.કો 307 હેઠળ ગુનો નોંધી 7 આરોપીઓને પાસા હેઠળ જેલના હવાલે કરાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી કોરોના વાઇરસ પર થયેલા હુમલા સંદર્ભે 23 ગુના નોંધી 54 હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

• ડ્રોનના સર્વેલન્સથી 86 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 11,064 ગુના દાખલ કરીને 20,963 લોકોની અટકાયત કરાઈ છે.
• જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 118 ગુના નોંધીને 133 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૪૮૨ ગુના નોંધી 3,576 લોકોની અટકાયત કરાઈ છે.
• સોસાયટીના CCTV આધારે ગઇકાલે 33 ગુનામાં 33 લોકોની જ્યારે આજસુધીમાં 526 ગુનાઓ દાખલ કરીને 800 લોકોની અટકાયત કરવામાં આવી છે.
• સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે 21 અને અત્યારસુધીમાં કુલ 644 ગુના દાખલ કરીને 1,327 આરોપીની અટકાયત કરી છે.
• વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે 153 જ્યારે કુલ 2,262 અને 17 જ્યારે કુલ 1,024 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
• કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે 59 તેમજ કુલ 760 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.