ત્યારે પહેલા દિવસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગાંધીનગર પાસે આવેલા ચિલોડામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે જનતા રેડ કરી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.કૌશિક શાહ, દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડ શહીદ ગાંધીનગર જિલ્લા અને કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. અમિત ચાવડાએ ખાતરની દુકાનમાં પ્રવેશ કરીને વજન કાંટા પર ડીએપીની થેલી મુકતા 300થી 500 ગ્રામ ડીએપી ખાતરની ઘટ જોવા મળી હતી.
અમિત ચાવડાએ કહ્યું કે, સરકારની મિલિભગતથી સરકારી કંપનીઓ ભ્રષ્ટાચાર આચરી રહી છે. ત્યારે સરકારની પોલ ખોલવા માટે કોંગ્રેસ દ્વારા ચિંતા રેડ કરવામાં આવી છે. ગાંધીનગર પાસે આવેલા ચિલોડામાં ખાતરની દુકાન પર કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. રાજ્યમાં રૂપાણીની સરકાર પાણી વિનાની પુરવાર થઇ છે, ત્યારે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. સરકારની પોલ ખોલવા માટે જનતા રેડ કરવામાં આવી રહી છે. ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને સરકારના આશિર્વાદથી જ કંપનીના અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યાં છે.