ETV Bharat / state

Budget Session: 20 વર્ષે પણ કલ્પસર યોજના માત્ર કાગળ પર, ફક્ત રિસર્ચમાં 10507 લાખનો ધૂમાડો - કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર

રાજ્યમાં કલ્પસર યોજનાની વાત છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે, પરંતુ આજ દિન સુધી આ યોજનાનું કામ શરૂ થઈ શક્યું નથી. ત્યારે આ અંગે કૉંગ્રેસે વિધાનસભા ગૃહમાં સરકારને પ્રશ્નો પૂછ્યા હતા. તે દરમિયાન સામે આવ્યું હતું કે, અત્યાર સુધી સરકારે માત્ર રિસર્ચમાં જ 10,507 લાખ રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો છે.

Budget Session: 20 વર્ષે પણ કલ્પસર યોજના માત્ર કાગળ પર, ફક્ત રિસર્ચમાં 10507 લાખનો ધૂમાડો

author img

By

Published : Mar 11, 2023, 3:42 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા કલ્પસર યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી સાથે 84 કરોડની વહિવટી મંજૂરી પણ 22 જાન્યુઆરી 2003ના રોજ આપી હતી. ત્યારે હવે તેને 20 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં આજે પણ કલ્પસર યોજનાનો પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ જ તૈયાર કરવામાં આવ્યો છે. હજુ સુધી આ યોજના ફક્ત કાગળ ઉપર જ રહી હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Kalpsar Project : શું કલ્પસર યોજના બની જશે ઈતિહાસ!, અબજોનો ખર્ચો છતા કામ નહીવત

સરકારે કરેલા ખર્ચનો આપ્યો જવાબઃ કૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કલ્પસર યોજનાની કામગીરી બાબતે વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કર્યો હતો. આ અંગે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કલ્પસર યોજનાનું પૂર્ણશક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાના તબક્કે છે. 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ આ કામગીરી માટે કુલ 216.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે કલ્પસર યોજનામાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે કરેલ પ્રશ્નના જવાબમાં સરકારે વર્ષ 2020-21માં 4929.99 લાખ, વર્ષ 2021-22માં 4065.35 લાખ અને વર્ષ 2022-23 (31 ડિસેમ્બર 2022 સુધી) દરમિયાન 1517.31 લાખ રૂપિયા મળી કુલ 3 વર્ષમાં 10507.65 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું.

ક્યાં યોજના શરૂ થશેઃ કૉંગ્રેસના શૈલેષ પરમાર અને અર્જુન મોઢવાડિયાએ આ યોજના ગુજરાતમાં ક્યારે શરૂ થશે. તે બાબતનો પણ પ્રશ્ન કર્યો હતો. તે અંગે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કલ્પસર યોજનાનો પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ પૂર્ણ થવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મેળવવાની થતી યોજના સંબંધિત તમામ મંજૂરી મળ્યા બાદ આ યોજનાનું નિર્માણ કાર્ય શક્ય તેટલું વહેલું શરૂ કરી પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

કલ્પસર પ્રોજેકટ શું છે?: કલ્પસર પ્રોજેક્ટ બાબતની વાત કરવામાં આવે તો, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ પૈકીનો એક છે, જેમાં ખંભાતના અખાતમાં ભાવનગરથી પાણી યાત્રા ભરૂચ વચ્ચે 30 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત મીઠા પાણીનું જળાશય ઊભો કરવાનો આ પ્રોજેક્ટ છે. વર્ષ 2035 સુધીમાં કલ્પસર પ્રોજેકટ પૂરો કરવાનું આયોજન સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ AUDA Budget: ઔડાએ 1275 કરોડનું બજેટ મંજૂર કર્યું, શહેરમાં બનશે 1,000 આવાસ

25 માર્ચ 2022ના રોજ 216 કરોડનો ખર્ચ દર્શાવ્યોઃ ગત વતની વિધાનસભામાં 25 માર્ચ 2022ના રોજ વિધાનસભામાં રાજ્ય સરકારે કલ્પસર યોજનામાં 216 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો હતો. સાથે જ 25 માર્ચ 2022એ જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, આ યોજના માટેના 10 અભ્યાસ અંતર્ગત 3 અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે 7 અભ્યાસક્રમ હજી પણ કાર્યરત્ છે. તો આ યોજના હેઠળ 19 અભ્યાસક્રમ પૈકી એક જ અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ અભ્યાસક્રમો પૈકી 25 માર્ચ 2022ના દિવસે વિધાનસભા ગૃહમાં આપેલા જવાબ મુજબ, કુલ 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2022 સુધીમાં કોઈ 216 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.