ETV Bharat / state

Gujarat Assembly: ખેડૂતોને વીજળી માટે અપાતા ટીસી કનેક્શન તકલાદી!, 2 વર્ષમાં 2.77 લાખ ફરિયાદ મળી, આજે પણ 6161 કનેશન બંધ - ગુજરાતના ખેડૂતોને વીજ કનેક્શન

રાજ્યમાં ખેડૂતોને વિજળી આપવા અંગે રાજ્ય સરકારની પોલ ખૂલી ગઈ છે. આ મામલે કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં સરકારને પ્રશ્ન કર્યા હતા. ત્યારે છેલ્લા 2 વર્ષમાં ટીસી બાબતે સરકારને 2 લાખથી વધુની ફરિયાદ મળી છે.

Gujarat Assembly: ખેડૂતોને વીજળી માટે અપાતા ટીસી કનેક્શન તકલાદી!, 2 વર્ષમાં 2.77 લાખ ફરિયાદ મળી, આજે પણ 6161 કનેશન બંધ

author img

By

Published : Mar 18, 2023, 10:20 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સરકાર ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વિજળી આપી રહી છે. તેવા અનેક વખત નિવેદનો રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન કૃષિ પ્રધાન અને મુખ્યપ્રધાને પણ ભૂતકાળમાં આપ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ખેતીવાડી વીજ કનેક્શન બાબતે કૉંગ્રેસના ધારાસભ્યોએ અનેક પ્રશ્નો કર્યા હતા, જેમાં ખેડૂતોને ખેતીવાડી વીજ કનેક્શનમાં ટીસી છે. તે બંધ થઈ જવાની અથવા તો બગડી જવાની અનેક ફરિયાદો પ્રાપ્ત થઈ છે. આમ, 31 જિલ્લામાં રાજ્ય સરકારને છેલ્લા 2 વર્ષમાં કુલ 2,77,124ની ફરિયાદ પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly: રાજ્યમાં આજે પણ 2.70 લાખ શિક્ષિત બેરોજગાર, ખાનગી કંપનીઓ નથી કરતી નિયમોનું પાલન

સરકારને આટલી મળી ફરિયાદઃ ખેડૂતોને વિજળી આપવા બાબતે રાજ્ય સરકારની ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પોલ ખૂલી ગઈ છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નના જવાબમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ 31 જિલ્લામાંથી કુલ 2,77,124 જેટલી ફરિયાદો ટીસી બંધ થવાની મળી છે. જેમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 72 કલાકની અંદર 2,66,707 જેટલા ટીસી બદલ્યા છે. જ્યારે 72 કલાક બાદ 10,417 જેટલા ટીસી બદલવામાં આવ્યા છે, પરંતુ સરકારના ઊર્જા વિભાગે બદલેલા ટીસી ફરી ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. આમાં 6,161 જેટલા ટીસી એવા છે કે, જે પુનઃપ્રસ્થાપિત કરતી વખતે બંધ થયા હોવાનું સામે આવ્યું છે.

કૉંગ્રેસનો સરકાર પર આક્ષેપઃ ગુજરાત વિધાનસભામાં સરકારે 31 જિલ્લાની ખેતવાડી વીજ કનેક્શનમાં બંધ ટીસી બાબતના પ્રશ્નમાં જે પ્રત્યુત્તર મળ્યો હતો. તેમાં આક્ષેપ કર્યા હતા કે, રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે વિજળી રાત દિવસના રોટેશન મુજબ માત્ર 8 કલાક પણ સાતત્યપૂર્ણ પૂરી પાડવામાં આવતી નથી. આવામાં 4-5 દિવસ સુધી ટીસી બદલવામાં આવતા નથી અને ટીસી બદલ્યા બાદ પણ ટીસી બંધ નીકળતા પુનઃ 4-5 દિવસ ખેડૂતોને રાહ જોવી પડે છે. આમ, 7થી 8 દિવસ બાદ ટીસી બદલાતા હોવાથી ખેડૂતોનો ઊભો પાક પણ સૂકાઈ જાય છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly: અતિક અહેમદ જે સાબરમતી જેલમાં બંધ છે ત્યાંથી છેલ્લા 2 વર્ષમાં કેટલી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ, જૂઓ

સરકારે આપ્યો જવાબઃ બગડી ગયેલા ટીસી બાબતે સરકારે પણ જવાબ આપ્યો હતો. તેમાં સામાન્ય સંજોગોમાં ખેતીવાડી વીજ કનેક્શનમાં બંધ ટ્રાન્સફોર્મરની ફરિયાદ મળ્યા બાદ તેને બદલવાનો સમયગાળો 72 કલાકનો હોય છે. તેમ જ 72 કલાકની અંદર લગભગ 90 ટકાની આસપાસ તમામ ટ્રાન્સફોર્મર બદલવામાં આવ્યા છે. જ્યારે પ્રશ્નોત્તરીમાં આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ ફરિયાદ રાજકોટ જિલ્લામાં 34,215 જેટલા ટ્રાન્સફોર્મર ખરાબ થયા હોવાની સામે આવી છે. જ્યારે સૌથી ઓછી 28 ફરિયાદ ડાંગ જિલ્લામાં પ્રાપ્ત થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.