ETV Bharat / state

Gujarat Assembly: અતિક અહેમદ જે સાબરમતી જેલમાં બંધ છે ત્યાંથી છેલ્લા 2 વર્ષમાં કેટલી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ, જૂઓ

અમદાવાદની સાબરમતી જેલ અને સુરતની જેલમાંથી છેલ્લા 2 વર્ષમાં અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. આ અંગે કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં સરકારને પ્રશ્ન પૂછતા સમગ્ર માહિતી સામે આવી હતી. ઉત્તરપ્રદેશનો ખૂંખાર હત્યારો અતિક અહેમદ પણ અત્યારે સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે.

Gujarat Assembly: અતિક અહેમદ જે સાબરમતી જેલમાં બંધ છે ત્યાંથી છેલ્લા 2 વર્ષમાં કેટલી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ, જૂઓ
Gujarat Assembly: અતિક અહેમદ જે સાબરમતી જેલમાં બંધ છે ત્યાંથી છેલ્લા 2 વર્ષમાં કેટલી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ, જૂઓ
author img

By

Published : Mar 17, 2023, 8:23 PM IST

આટલી વસ્તુઓ ઝડપાઈ
આટલી વસ્તુઓ ઝડપાઈ

ગાંધીનગરઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ 2005માં ધારાસભ્ય રાજપાલની હત્યા થઈ હતી. ત્યારે આ હત્યા કેસનો આરોપી અતિક અહેમદ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ કેસનો મહત્વનો અને એક જ સાક્ષી ઉમેશ પાલની પણ હત્યા થઈ છે. ત્યારે અતિક અહેમદે સાબરમતી જેલમાંથી જ પોતાનું નેટવર્ક ચલાવીને ઉત્તરપ્રદેશમાં હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. તો આજે આ જ મામલે વિધાનસભા ગૃહમાં અમદાવાદ અને સુરતની જેલમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓની ઘૂષણખોરી થતી હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં અનેક એવી વસ્તુઓ છે જે પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદ અને સુરતની જેલમાંથી ઝડપાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly: રાજ્યમાં આજે પણ 2.70 લાખ શિક્ષિત બેરોજગાર, ખાનગી કંપનીઓ નથી કરતી નિયમોનું પાલન

અતિક એહમદ જેલમાંથી ચાલવતો હતો સાશનઃ હત્યાના કેસનો આરોપી અતિક અહેમત અગાઉ ઉત્તરપ્રદેશમાં પણ અલગ અલગ જેલમાં બંધ હતો, પરંતુ તે ત્યાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો ત્યારે ઉત્તરપ્રદેશ સરકારે 3 લાખ રૂપિયા ખર્ચીને અતિક અહેમદને ગુજરાત અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યો છે, ઉત્તરપ્રદેશ સરકાર જ અતિક અહેમદનો તમામ ખર્ચ કરી રહી છે. ત્યારે એક જ સાક્ષી એવા ઉમેશ પાલની પણ હત્યા થઈ છે.

અમદાવાદ, સુરત જેલમાંથી મળી પ્રતિબંધિત વસ્તુઓઃ કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ અમદાવાદ અને સુરત જેલમાંથી પ્રતિબંધિત સામગ્રી મળી આવ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો, જેમાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે, 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ કુલ 55,101 રૂપિયા રોકડા ઝડપાયા છે. તો 1 ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં 49,801 અને 1 ફેબ્રુઆરી 2022થી 31જાન્યુઆરી 2023 સુધીમાં 5,300 રૂપિયા રોકડા ઝડપવામાં આવ્યા છે.

આટલી વસ્તુઓ ઝડપાઈઃ

ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અમદાવાદઃ અતિક એહમદના નેટવર્ક અને હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ હત્યા થઈ હતી. ત્યારે ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ અમદાવાદમાં આવીને ખાનગી રાહે તપાસ હાથ ધરી છે. જ્યારે અતિક એહમદને વર્ષ 2019થી અમદાવાદની સાબરમતી જેલમાં ઉત્તરપ્રદેશ સરકારના ખર્ચે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ, અતિક એહમદે સાબરમતી જેલમાંથી હત્યાનો કમાન્ડ આપ્યો હોવાની શંકાથી ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધામા નાખ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly : પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન

જેલ પ્રસાશન લીધી ગંભીર નોંધઃ કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રતિબંધિત વસ્તુઓ અને સામગ્રી ગેરકાયદેસર રાખવા બદલ કેટલાક કેદીઓ અને જવાબદારી અધિકારીઓ સામે કેવા પગલાં લીધા છે. તેવો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, 288 કેદીઓને જેલ મુલાકાત, કેન્ટિન, ટેલિફોન સુવિધા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ આવા તમામ કેદીઓને એક અલગ રાખવાની વ્યવસ્થા સાથે જ વોર્ડર અને વોચમેન નીચલી પાયરી ઉતારવાની શિક્ષા પણ કરવામાં આવી છે. જ્યારે 93 અધિકારીઓને ક્ષતિ મુજબ, ઈજાફા અટકાવવાની/અજમાઈસી સમય લંબાવવાની ઠપકો જેવી શિક્ષા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.