ગાંધીનગર: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત કે જે કોંગ્રેસના હસ્તક છે. ત્યારે આજે સવારે પંચાયતના સભ્યો કલોલ બસમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓને પોલીસે બસમાંથી ઉઠાવ્યા હોવાનો આક્ષેપ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ કર્યો છે. આ સમગ્ર બાબતે ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાષ્ટ્રપતિને મળવાનો સમય પણ માંગ્યો છે. પરંતુ જો સમય નહીં મળે તો મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ગૃહની બહાર વિરોધ પ્રદર્શન કરે તેવી પણ શક્યતા છે.
"ઘટના બાબતે અમે એસપી અને રેન્જ આઈ.જી ને ફોન કર્યો હતો. પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો નથી. આમ સરકાર દ્વારા પ્રજાના પૈસે અધિકારીઓને ફોન આપવામાં આવે છે. જેથી જનતા નું સારું કામ થઈ શકે. પરંતુ પ્રજાના પૈસે મેળવેલ ફોન એ અધિકારી બંધ કરીને બેઠા છે. એસપી અને રેન્જ આઈ.જી પણ ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યા હતા"--અમિત ચાવડા
લોકશાહી બાબતે કરાશે રજૂઆત: વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કલમા કોંગ્રેસના ધારાસભ્યો સાથે થયેલી ઘટના બાબતે વિધાનસભામાં આવીને આક્ષેપો સાથે નિવેદન કર્યા હતા. ત્યારે જ ગુજરાતમાં લોકશાહી ખતમ કરી સરમુખત્યારશાહી સ્થપાય રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કલોલમાં કોંગ્રેસના સભ્યોને જબરજસ્તી કરીને સિવિલ ડ્રેસમાં આવેલી પોલીસ તેમને લઈ ગઈ છે. જ્યારે એક વ્યક્તિને હાર્ટની તકલીફ હોવા છતાં પણ તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે. જ્યારે આ તમામ બાબતે અમે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો છે. લોકશાહી જીવંત રહે તે બાબતના પણ રજૂઆત કરવામાં આવશે.