ETV Bharat / state

ભાજપના હોર્સ ટ્રેડિગથી બચાવવા કોંગ્રેસે ધારાસભ્યોને જયપુર મોકલી આપ્યા

ગઈકાલે રાજ્યસભાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. પરંતુ ક્યાંકને ક્યાંક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સટ્રેડિંગનો ભય હોવાના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્યોને રાજસ્થાન ખાતે લઈ જવામાં આવશે. આજ સાંજે 7:00 અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર ખાતે લઈ જવામાં આવશે..

ભાજપના હોર્સ ટ્રેડિગથી બચાવવા કોંગ્રેસે ધારાસભ્યોને જયપુર પાઠવી આપ્યાં, રાત્રે પહોંચશે

author img

By

Published : Mar 14, 2020, 6:13 PM IST

Updated : Mar 14, 2020, 10:48 PM IST

ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી જાહેર કરી છે. ગઈકાલે રાજ્યસભાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગના ભયના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્યોને રાજસ્થાન ખાતે લઈ જવામાં આવશે. આજ સાંજે 7:00 કલાકે અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર ખાતે લઈ જવામાં આવશે.

ભાજપના હોર્સ ટ્રેડિગથી બચાવવા કોંગ્રેસે ધારાસભ્યોને જયપુર મોકલી આપ્યા
આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા જણાવ્યું હતું કે, ગત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે horse ટ્રેડિંગ કરીને કોંગ્રેસના અમુક ધારાસભ્યોને ધાકધમકી આપીને તોડયાં હતાં અને ભાજપ પક્ષ તરફ વોટીંગ કરાવ્યું હતું. ત્યારે ફરીથી આવી જ ઘટના બીજી વખત ન બને તેને ધ્યાનમાં લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ૨૫ જેટલા ધારાસભ્યોને રાજસ્થાન ખાતે લઈ જવામાં આવશે જ્યાં સુધી ચૂંટણી યોજાશે નહીં. અથવા તો ચૂંટણીના દિવસે જ તેઓને ગાંધીનગર પરત લાવવામાં આવશે..ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્ર પણ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે સિનિયર ધારાસભ્ય કોંગ્રેસના વિધાનસભા ગૃહમાં હાજરી આપશે અને નવા અને જે સભ્ય ભાજપ પક્ષથી આસાનીથી તૂટી શકે છે તેવા ધારાસભ્યોને રાજસ્થાન જયપુર ખાતે લઈ જવામાં આવશે. આ ઉપરાંત સત્ર દરમિયાન તેઓને એકાદ બે દિવસ માટે અહીંયા બોલવામાં પણ આવશે એટલે કે ધારાસભ્ય આરામથી જયપુરથી ગાંધીનગર અને ગાંધીનગરથી જયપુર અવરજવર કરી શકશે..કોંગ્રેસના ધારાસભ્ય ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના હોર્સ ટ્રેડિંગથી બચવા માટે જ ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યારે રાજસ્થાનના જયપુર શહેરમાં કઈ હોટલ અને કે રિસોર્ટમાં ધારાસભ્યોનો રોકાણ આપવામાં આવ્યું છે. તે હજી સુધી કોંગ્રેસના કોઈપણ ધારાસભ્યોએ ફોડ પાડ્યો નથી.

Last Updated : Mar 14, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.