ગાંધીનગર મહાપાલિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મેયર બનેલા પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધા બાદ વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી શહેરના મહામંત્રી મિતુલ જોષીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભાજપમાંથી પ્રણવ પટેલની પસંદગી કરાઈ છે. જેને લઇને કોંગ્રેસ ડર અનુભવી રહી છે. પરિણામે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, જોન પ્રમુખ રાજેન્દ્રસિંહ ચાવડા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાને મળીને રજૂઆત કરી હતી.
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગનો ડર, કોંગ્રેસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા ભલામણ કરી - ANKIT BAROT
ગાંધીનગર: મહાપાલિકામાં વોર્ડ નંબર 3માં ખાલી પડેલી બેઠકને લઈને 21 જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે. ચૂંટણી પૂર્વે ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા બૂથ કેપ્ચરિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર અપહરણના આરોપી છે, ત્યારે તે મતદાનના દિવસે ભાંગફોડ કરે તેવી શંકા વ્યક્ત કરી હતી. જેને લઇને આજે શુક્રવારે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. મતદાનના દિવસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
ગાંધીનગર મહાપાલિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મેયર બનેલા પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધા બાદ વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી શહેરના મહામંત્રી મિતુલ જોષીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભાજપમાંથી પ્રણવ પટેલની પસંદગી કરાઈ છે. જેને લઇને કોંગ્રેસ ડર અનુભવી રહી છે. પરિણામે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, જોન પ્રમુખ રાજેન્દ્રસિંહ ચાવડા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાને મળીને રજૂઆત કરી હતી.
ગાંધીનગર,
ગાંધીનગર મહાપાલિકામાં વોર્ડ નંબર 3માં ખાલી પડેલી બેઠકને લઈને 21 જુલાઈના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પૂર્વે ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા ભૂત કેપ્ચરિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર અપહરણના આરોપી છે, ત્યારે તે મતદાનના દિવસે ભાંગફોડ કરે તેવી શંકા વ્યક્ત કરી હતી. જેને લઇને આજે શુક્રવારે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. મતદાનના દિવસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.Body:ગાંધીનગર મહા મહાપાલિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મેયર બનેલા પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધા બાદ વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી શહેરના મહામંત્રી મિતુલ જોષીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભાજપમાંથી પ્રણવ પટેલની પસંદગી કરાઈ છે. જેને લઇને કોંગ્રેસ ડર અનુભવી રહી છે પરિણામે ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, જોન પ્રમુખ રાજેન્દ્રસિંહ ચાવડા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ને મળીને રજૂઆત કરી હતી.
ગાંધીનગર ઉત્તરના ધારા કોંગી ધારાસભ્ય ડો સી.જે.ચાવડાએ કહ્યું કે, 21 જુલાઈના રોજ વોર્ડ નંબર ત્રણ માં પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં ભાજપના ઉમેદવાર તરીકે પ્રણવ પટેલે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ભાજપના ઉમેદવાર ભાજપના એક નેતા ની ખૂબ જ નજીકના છે જ્યારે વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે અમારા હાલના ઉમેદવાર તે સમયે એજન્ટ હતા ત્યારે છેલ્લી 10 મિનિટમાં બૂથ કેપ્ચરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સમયે માત્ર દસ મિનિટ બાકી હોવાના કારણે અમે શાંતિ અને સુરક્ષા જળવાઇ રહે તે માટેના પગલાં ભર્યા હતા પરંતુ આજે જ્યારે અપહરણનો આરોપી ઉમેદવાર છે ત્યારે પેટા ચૂંટણીમાં મતદાનના દિવસે કંઈપણ કરી શકે છેConclusion:ગાંધીનગર મહાપાલિકાના મેયર રીટાબેન પટેલના પતિ પોતે કોંગી કોર્પોરેટર અંકિત બારોટના અપહરણમાં સામેલ હતા. ત્યારે ભાજપનું તમામ સંગઠન બૂથ કેપ્ચરિંગ કરી શકે તેવી સ્થિતિ છે. ત્યારે આજે ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી. મતદાનના દિવસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે પણ રજૂઆત કરી હતી.
ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસનું ડેલીગેશન આજે રજૂઆત કરવા આવ્યું હતું. તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે અને તેમણે બંદોબસ્તની માંગણી કરી છે બૂથ કેપ્ચરિંગ ની વાત કરી છે તે બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.