- ભારત બાયોટેક અને હેસ્ટર બાયોસાઇન્સીસના સહયોગથી ઉત્પાદન થશે
- નાગરિકોને ડિસેમ્બર સુધીમાં રસીના ડોઝથી સુરક્ષિત કરાશે
- ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ,લેબોટરી નિર્માણનું કામ ચાલું કરાયું
ગાંધીનગર: મહેસાણાના કડી તાલુકામાં આવેલા હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડની મુલાકાત લેતાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર સુધીમાં રાષ્ટ્રના નાગરિકોને રસીથી સુરક્ષિત કરવાનું આયોજન સરકાર દ્વારા કરાયું છે. કોરોનાને માત આપવા માટે સરકારે કટિબંદ્ધતા બતાવી છે. 18 વર્ષથી મોટી વયના તમામ નાગરિકોને ડિસેમ્બર સુધીમાં રસીથી સુરક્ષિત કરાશે.
આ પણ વાંચઃ ડાંગ જિલ્લાને 1,000 LPM ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટની મળી ભેટ
હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડની મનસુખ માંડવીયાએ લીધી મુલાકત
કેન્દ્ર સરકારના શીપીંગ, કેમીકલ અને ફર્ટીલાઇઝર વિભાગના પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં રાષ્ટ્રના 18 વર્ષથી મોટી વયના તમામ નાગરિકોને ડિસેમ્બર સુધીમાં રસીકરણથી સુરક્ષિત કરવાનું આયોજન કરાયું છે. આ અભિયાનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી અનેક કંપનીઓ દ્વારા વેક્સિનનું ઉત્પાદન થઇ રહ્યું છે. કડી તાલુકામાં આવેલા હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડની મુલાકાત પ્રસંગે ટેકનોલોજી ટ્રાન્સફર, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, લેબોટરી નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેનું પ્રત્યેક અવલોકન અને નિરીક્ષણ પ્રધાન દ્વારા કરાયું હતું.
આ પણ વાંચોઃ કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેકની મુલાકાત કરી
સરકારને જુલાઈમાં વેક્સીનના 13 કરોડ ડોઝ મળશે
ભારત બાયોટેક અને હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કો-વેક્સિનનું ઉત્પાદન થવાનું છે. હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડ ભારત બાયોટેક સાથે કો-વેક્સિન પ્રોડક્શન માટે રસીના ઉત્પાદનને સ્પષ્ટ કરવા તમામ સહાય ખાતરી પ્રધાન દ્વારા અપાઇ હતી. સરકારને જુલાઈમાં વેક્સિનના 13 કરોડ ડોઝ મળનારા છે. જે રાજ્યોને વસ્તીના ધોરણ મુજબ રસીકરણનો પુરવઠો આપવાનું આયોજન કરાયું છે. કેન્દ્રિય પ્રધાન દ્વારા હેસ્ટર લિમિટેડની મુલાકાત લઈ એની સમીક્ષા કરી રસીકરણ અભિયાનને તેજીથી ચાલે એવો સરકાર દ્વારા પ્રયાસ છે.