ETV Bharat / state

મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર , CM વિજય રૂપાણીએ ફડણવીસને પાઠવી શુભેચ્છા - ajit pawar news

ગાંધીનગરઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી લઈને અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કયાં પક્ષની સરકાર હશે અને કયા પક્ષનું કોની સાથે ગઠબંધન થશે. તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એવામાં આજે એટલે કે, શનિવારે ભાજપના નેતા ફડણવીસે સીએમના શપથ લેતાં મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ બદલાયાં છે. જેને લઈ અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યાં છે ત્યારે CM વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છાઓ પાઠવી છે.

rerer
author img

By

Published : Nov 23, 2019, 5:52 PM IST

Updated : Nov 23, 2019, 6:48 PM IST

મહારાષ્ટ્રમાં કેટલાય સમયથી સત્તા બનાવવા પક્ષોની મથામણ ચાલી રહી હતી. એવામાં શનિવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. જેને લઈ અનેક નેતાઓ પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી રહ્યાં છે, ત્યારે CM વિજય રૂપાણીએ પણ ફડણવીસને શુભેચ્છા પાઠવી છે.

વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં પહેલાથી જ ભાજપની સત્તા બનશે તેવું નક્કી હતું. પરંતુ અમુક પક્ષો પોતાના ફાયદા માટે છેલ્લા કેટલાય દિવસથી મથામણ કરી રહ્યાં હતાં."

CM વિજય રૂપાણીએ ફડણવીસને પાઠવી શુભેચ્છા

આગળ વાત કરતાં રૂપાણીએ કહ્યું હતું કે, NCP અને ભાજપ પક્ષે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સ્થિર સત્તા આપવાનું નક્કી કર્યુ. જેથી હવે મહારાષ્ટ્ર રાજ્યમાં એકદમ સ્થિર અને વિકાસના કામોને વળગેલી એવી ભાજપની સરકાર રચાશે. આજે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે, તે બદલ તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું."

આ ઉપરાંત ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ પણ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનવા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા પાઠવી તેમના વખાણ કર્યા હતાં.

Intro:Approved by panchal sir

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ પરિણામો જાહેર થયા ત્યારથી લઈને આજદિન સુધી મહારાષ્ટ્રમાં કયા પક્ષની સરકાર હશે અને કયા પક્ષનું કોની સાથે ગઠબંધન થશે તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે ભાજપ અને શિવસેના બંને પક્ષો ગઠબંધન કરીને સરકાર રચશે તેઓ પહેલેથી નક્કી હતું પરંતુ સરકારે હવે ભાજપ પક્ષ અને એનસીપી બોક્સ ના સંગઠનથી રચાઈ છે ત્યારે ગુજરાત ના સીએમ વિજય રૂપાણીએ મહારાષ્ટ્ર ના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિષ ને શુભેચ્છાઓ આપી હતી.
Body:મહારાષ્ટ્ર ચૂંટણી ના પરિણામ અને ત્યારબાદ સરકાર રચાય મુદ્દે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં પહેલેથી જ ભાજપની સત્તા હશે તેવું નક્કી હતું પરંતુ અમુક પક્ષો પોતાનો ફાયદો મેળવવા માટે છેલ્લા કેટલાય દિવસથી રગ કરી રહ્યા હતા જ્યારે એનસીપી સાથે પહેલાથી જ મુખ્યમંત્રી ના પદ માટે દેવેન્દ્ર ફડણવીસ નક્કી હોવા છતાં પણ એનસીપી દ્વારા પોતાના ઉમેદવારને cm બનાવવાની રીત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ મુદ્દે વિવાદ સર્જાતા એનસીપી કોંગ્રેસ અને શિવસેના એ ત્રણેય પક્ષોએ ભેગા મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો પરંતુ તેમ છતાં પણ તેઓ સરકાર રચી શક્યા નહિ અને માણસ ના રાજ્યપાલ સમક્ષ બહુમતી જાહેર કરી શક્યા નહીં ત્યારે એન.સી.પી અને ભાજપ પક્ષે બંને હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સ્થિર સત્તા આપવાનું નક્કી કર્યું છે જેથી હવે મહારાષ્ટ્ર રાજ્યમાં એકદમ સ્થિર અને વિકાસ ના કામો ને વળગેલી એવી ભાજપની સરકાર રચાશે અને આને લઈને આજે વહેલી સવારે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્ય ના મુખ્ય પ્રધાન તરીકેના શપથ પણ લઈ લીધા છે તે બદલ તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું તેવું નિવેદન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું ..

બાઈટ... વિજય રૂપાણી મુખ્યપ્રધાન
ગોરધન ઝડપીયા મહારાષ્ટ્ર ચૂંટણી સંયોજકConclusion:જ્યારે મારાથી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવનાર ગુજરાતના ગોરધન ઝડફિયા પણ નિવેદન આપ્યું હતું કે મારા રાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી તેમના પર હતી તેઓએ તમામ પ્રકારની જવાબદારી નિભાવી હતી જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા પર આવશે તે નક્કી હતું પરંતુ શિવસેના દ્વારા પાછલા બારણેથી વાર કરવામાં આવ્યો હતો જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ માંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કાર્યકરો અને અનેક ધારાસભ્યો ચૂંટણીના મેદાનમાં હતા ત્યારે ભાજપ જ મહારાષ્ટ્રમાં સત્તા લાવશે તેવું પણ સાફ રીતે દેખાતું હતું
Last Updated : Nov 23, 2019, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.