સુરત શહેરના વિકાસની જરૂરિયાતોને ધ્યાને રાખીને 50% કપાતના ધોરણે ટી.પી સ્કીમ (ટાઉન પ્લાનિંગ) બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે જાહેર સુવિધાઓ માટે રાખવામાં આવેલી સુડાની આશરે 50 હેક્ટર જમીન છે. જ્યારે અન્ય હેતુઓ અને એજન્સીઓ માટે અનામત રખાયેલી 415 હેક્ટર જેટલી જમીન પણ રિઝર્વેશમાંથી મુક્ત કરવાનો નિર્ણય CM રુપાણીએ કર્યો છે. જેના લીધે આવી રિઝર્વેશન મુક્ત થતી જમીનોમાં સતા મંડળો દ્વારા 50%ના ધોરણે ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવશે.
આમ, સુરત મહાનગરમાં કુલ મળીને 855 હેક્ટર જમીન રિઝર્વેશનમાંથી મુક્ત થવાથી બાંધકામ માટે ઉપલબ્ધ થશે અને નાગરિકોને સસ્તા દરે આવાસ મળશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ વેગ મળશે.