ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 8 મહાનગરોમાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત વ્યકિતઓની સંખ્યા વધારે છે તેવા હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ અને સર્વેલન્સ થાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, શાકમાર્કેટ, કરિયાણા સ્ટોર્સ જેવા સોશિયલ ગેધરીંગવાળા સ્થળોએ લોકો ભેગા ન થાય તે માટે શહેરી સત્તાતંત્રો દ્વારા હોમ ડિલીવરી-ડોર ડીલીવરીનું વ્યવસ્થિત પ્લાનીંગ ગોઠવાય તો સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાશે અને લોકો પણ ઘરમાં જ રહેશે.
CM રૂપાણીએ તમામ મહાનગરના મેયર, કમિશનર સહિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી ચર્ચા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયર, મ્યૂનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી.