ETV Bharat / state

Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ આયોજન સમીક્ષા બેઠક, પ્રવાસ સહિતના કાર્યક્રમોની રુપરેખા તૈયાર - સમીક્ષા બેઠક

આગામી દિવસોમાં ગુજરાત અને તમિળનાડુના લોકોને વધુ નજીક લાવતો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે કઇ કઇ તૈયારીઓ થઇ ગઇ છે તેની સમીક્ષા બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. ગાંધીનગરમાં આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં તેને એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારતનો મહાસંગમ બનાવવાની નેમ વ્યક્ત થઇ હતી.

Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ આયોજન સમીક્ષા બેઠક, પ્રવાસ સહિતના કાર્યક્રમોની રુપરેખા તૈયાર

author img

By

Published : Apr 3, 2023, 9:22 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં હાઇલેવલ મીટિંગ યોજાઇ હતી. સૌરાષ્ટ્ર તમિળ સંગમ કાર્યક્રમનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સીએમ પટેલે તેની તૈયારીઓની વિગતો મેળવવા ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. 17 એપ્રિલથી આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે.

શા માટે કાર્યક્રમ : સદીઓ પહેલાં પોતાના વતન સૌરાષ્ટ્રથી હિજરત કરીને તમિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓના સમુદાય પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રહીને સાંસ્કૃતિક ઐક્ય રાષ્ટ્રીય એકાત્મતા અને ભાવાત્મક એકતાનું દ્રષ્ટાંત પુરૂં પાડી રહ્યાં છે. જેને વડાપ્રધાન મોદીએ અલગ રીતે નિહાળીને ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકતાને પ્રેરક ઘટનાનું મહાત્મ્ય પુનઃ ઊજાગર કરવા માટે આ સૌરાષ્ટ્ર તામિલ સંગમના સમગ્ર આયોજનનો વિચાર આપ્યો હતો.

  • કાર્યક્રમમાં ભાગ લેવા તમિલનાડુથી પધારનારા યાત્રિકો માટે સોમનાથ, દ્વારકા, શિવરાજપુર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોની મુલાકાત, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ શોપિંગ ફેસ્ટિવલ તેમજ સોમનાથના દરિયાકિનારે પારંપરિક રમતોનું આયોજન આ કાર્યક્રમને કળા અને સંસ્કૃતિના અનેરા રંગોથી ભરી દેશે.

    — Bhupendra Patel (@Bhupendrapbjp) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતનો મહાસંગમ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સલાહસૂચન મુજબ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે સંકલન સાધી પીએમ મોદીની સંકલ્પનાને સાકાર કરવા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમને એક ભારત શ્રેષ્ઠ ભારતના મહાસંગમ તરીકે ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનની સઘન ચર્ચાવિચારણા અને વધુ સુદ્રઢ કાર્યઆયોજન માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ કુટિર ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત હતાં.

આ પણ વાંચો Somnath Saurashtra Tamil Sangam: 3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન, 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ

નોડસ એજન્સી : આ સમગ્ર કાર્યઆયોજનમાં રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ નોડલ એજન્સી તરીકે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સહિત અન્ય વિભાગો સહ આયોજક તરીકે જોડાયેલાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને સૌરાષ્ટ્ર તામિલ સંગમની વિસ્તૃત ભૂમિકા પ્રવાસન સચિવ હારિત શુકલાએ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. જે અનુસાર 17થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ તીર્થક્ષેત્રમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે.

સીએમે કેટલુંક માર્ગદર્શન પણ આપ્યું
સીએમે કેટલુંક માર્ગદર્શન પણ આપ્યું

વિશેષ ટ્રેન ચલાવાશે : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સહભાગી થવા અને ભગવાન સોમનાથ સહિત દ્વારિકાધીશના દર્શનનો લાભ લેવા મદુરાઇથી વિશેષ ટ્રેન રવાના થવાની શરૂઆત કરવામાં આવશે. છે. જેમાં આશરે 250-300 પ્રવાસીઓની એક એક બેચ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે.ગુજરાતના સોમનાથમાં આવનારા યાત્રિકો માટે સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન પૂજન લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન ઉપરાંત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફાટ એક્સ્પો શોપિંગ ફેસ્ટિવલ પણ આયોજિત કરાયો છે. તો મનોરંજન માટે સોમનાથના સમુદ્રકિનારે કબડ્ડી, ખોખો રસ્સાખેંચ અને વોલીબોલ જેવી મનોરંજક અને પારંપારિક રમતોનો લહાવો પણ અપાશે.

આ પણ વાંચો Saurashtra Tamil Sangam : તન્જાવુર સ્ટેટના રાજાને રૂબરૂ નિમંત્રણ આપતાં પ્રધાન કુંવરજી બાવળિયા

વૈચારિક આદાનપ્રદાન : બેઠકને લઇને અપાયેલી વધુ માહિતીમાં જણાવાયું હતકું કે રાજ્ય સરકારના શિક્ષણ,ઉદ્યોગ,યુવાપ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા થીમ સેમિનાર યોજીને ગુજરાતની આ બધા જ ક્ષેત્રોની સર્વાંગી વિકાસ યાત્રાથી સૌરાષ્ટ્રતામિલ સંગમમાં સહભાગી પ્રવાસીઓને માહિતગાર કરવામાં આવશે.યુવા ખેલાડીઓ, વેપાર જગત સાથે સંકળાયેલા વ્યવસાયિકો,શિક્ષકો,વિદ્યાર્થીઓ સંલગ્ન વિષયો પર પણ પરસ્પર ચર્ચાઓ અને વૈચારિક આદાનપ્રદાન કરવાનું આયોજન થયું છે.

પ્રવાસે લઇ જવાશે : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સહભાગી થઇ રહેલા સદસ્યોને જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારીકાધીશ મંદિર, જ્યોતિર્લિંગ નાગેશ્વર અને શિવરાજપુર બીચના પ્રવાસ પણ કરાવવામાં આવશે. તો વિશ્વખ્યાત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતનો સમાવેશ પણ કરાયો છે.

સીએમ બેઠકમાં કોણ રહ્યું હાજર : સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારતનો મહાસંગમ બની રહે તેવા વ્યાપક હેતુ સાથેના વિશાળ આયોજન માટે બેઠકમાં કેટલુંક માર્ગદર્શન પણ આપ્યું હતું. જેને ગૃહવિભાગ અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, સીએમના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો દ્વારા ધ્યાનમાં લેવાયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.