ગાંધીનગર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શપથવિધિ સમારોહની સમાપ્તિ બાદ નવી સરકારનું કામકાજ શરુ કરતાં પહેલાં અડાલજના ત્રિમંદિરમાં દર્શન કરવા પહોંચ્યાં (CM Bhupendra Patel in Adalaj Trimandir ) હતાં.ત્રિમંદિર દાદા ભગવાન સંસ્થાનું જાણીતું મંદિર છે. જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂજનઅર્ચન કરી દાદા ફાઉન્ડેશનના( Dada Bhagvan Adalaj Mandir ) દીપકભાઇના આશીર્વાદ પણ મેળવ્યાં હતાં. તેઓ સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને ગયાં હતાં.
વિકાસની પ્રાર્થના કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન( Dada Bhagvan Adalaj Mandir ), સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં (CM Bhupendra Patel in Adalaj Trimandir ) કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં કરી છે.
જનતા જનાર્દનને શ્રેય આપ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel in Adalaj Trimandir ) જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો આ પ્રચંડ વિજય રાજ્યની જનતા જનાર્દનનો, તેમના ભરોસા અને વિશ્વાસનો વિજય છે. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર અપાર સ્નેહ અને વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહીં, સૌ કાર્યકર્તાઓના પરિશ્રમ અને મહેનતનું ફળ પણ આ વિજયમાં ઝળકયું છે.