ETV Bharat / state

Election 2023: સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર પાટીલને દિલ્હીનું તેંડુ, સંગઠનના નેતાઓ હાજર રહેવાની સૂચના

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીનું તેડું આવતા તેઓ દિલ્હી દોડ્યાં હતાં. એટલું જ નહીં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ભાજપ પ્રદેશ અને સંગઠનના મહત્વના હોદ્દેદારોને પણ દિલ્હી બોલાવાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું
ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 4:06 PM IST

ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024ને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે માર્ચ 2024માં લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા પણ લાગુ પડી જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ વચ્ચે અચાનક મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અને સંગઠનના મહત્વના હોદ્દેદારોને અચાનક દિલ્હીનું તેડું આવતા રાજકીય વર્તૂળોમાં અલગ-અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

ગુજરાત પ્રદેશ સંગઠનના હોદ્દેદારોને દિલ્હીના તેડાં

મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું: લોકસભા ચૂંટણી 2024ને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, જોકે માર્ચ 2024માં લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા પણ લાગુ પડી જાય તેવી શક્યતાઓ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને સરકારની કામગીરી અને સંગઠનની જવાબદારી જેવી બાબતે આજે અચાનક જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અને સંગઠનના મહત્વના હોદ્દેદારોને અચાનક દિલ્હીનું તેડું આવ્યું હોવાની વાતો સામે આવી છે.

અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક: રાજકીય સુત્રોનું કહેવું છે કે, આજે સાંજે 5.30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળે તેવી શક્યતાઓ છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકર અને સંગઠનના હોદ્દેદારો કે જેઓ મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે, તેવા આગેવાનોને આજે અચાનક જ દિલ્હીનું તેડું આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત સરકારના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથનનું પણ નામ સામે આવ્યું છે. જેથી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વિકાસના કામો લોકાર્પણના કામો અને ખાતમુહૂર્ત જેવા વિશિષ્ટ પ્રોજેક્ટ બાબતનું પ્રેઝન્ટેશન અને ચર્ચા પણ થઈ શકે છે.

ગત સપ્તાહે CMએ PM સાથે કરી હતી મુલાકાત: મહત્વપૂર્ણ છે કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024 ને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. જોકે, એક સપ્તાહ પહેલાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસની બાબતો અને વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તૈયારીઓ સંદર્ભે ચર્ચાઓ કરી રહ્યાં છે.

  1. P-20 Summit: વડા પ્રધાન મોદી આજે 9મી P-20 Summitનું ઉદ્દઘાટન કરશે
  2. Ayodhya News: રામ મંદિર આસપાસની જમીન અધિગ્રહણ મુદ્દે વિવાદ, સાધુ સંતો અને ડીએમ વચ્ચે થઈ બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.