ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે (બુધવારે) કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરીએ તો, જી20 બેઠકોની સમીક્ષા ઉપરાંત નવા મુખ્ય સચિવ રાજકુમારને પણ અભિનંદનનો પ્રસ્તાવ કેબિનેટ બેઠકમાં રજૂ થશે. સાથે જ મુખ્ય સચિવ તરીકે રાજકુમાર આ પ્રથમ કેબિનેટ બેઠકમાં ઉપસ્થિત રહેશે. જ્યારે કેન્દ્ર સરકારના બજેટ અંગે કેબિનેટ બેઠકમાં સામાન્ય ચર્ચા થશે. આ ઉપરાંત આગામી દિવસમાં ગુજરાત બજેટ બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાણા પ્રધાન કનુ દેસાઈ વચ્ચે બેઠક યોજાશે.
આ પણ વાંચોઃ Ashish Bhatia Retirement: પૂર્વ DGP જતા જતા આપતા ગયા મહત્વની માહિતી, કહ્યું રાજ્યમાં ગુનાખોરી અટકાવવા...
ગુજરાત એવોર્ડ રજૂ થશેઃ નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત 26 જાન્યુઆરીના કાર્યક્રમો ગુજરાતના ટેબલોને એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષ બેઠકમાં ગુજરાતનો એવોર્ડ રજૂ કરવામાં આવશે કે, તમામ રાજ્યમાંથી ગુજરાતના ટેબલોને ગ્રીન ગ્રીન એનર્જી એફિશિયન્ટના સૂત્ર પર ટેબલો તૈયાર કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાતના ટેબલોને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.
પેપર લીક બાબતે ચર્ચાઃ રવિવારે જૂનિયર ક્લર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રધાનો દ્વારા દ્વારા હજી સુધી કોઈ સત્તા વાર નિવેદન આપવામાં આવ્યું નથી. તો અત્યાર સુધી ફક્ત ATS અને પરીક્ષા બોર્ડ દ્વારા જ નિવેદન આપવામાં આવ્યા છે. ત્યારે આ કેસની તાપસ ક્યાં સુધી પહોંચી છે. તેની પણ સમીક્ષા કરવામાં આવશે.
તેલીબિયાં ખરીદી માટે કામગીરીઃ ચણા, તૂવેર, રાયડોની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આગામી દિવસોમાં ખરીદી કરવાની શરૂઆત થશે. ત્યારે રાજ્ય સરકારે ખરીદી કરેલી જણસીઓનો સંગ્રહ કેવી રીતે કરવો, ગોડાઉનની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવશે.
માવઠા બાબતે ચર્ચા થશેઃ શનિવાર અને રવિવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ત્યારે 10 જિલ્લાઓમાં રાજ્યના કૃષિ વિભાગ દ્વારા માવઠામાં થયેલ નુકસાન બાબતની તપાસીનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે કેટલા જિલ્લાઓમાં પાક નુકસાની થયું છે. તેના અહેવાલ પણ કૃષિ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાએથી મગાવવામાં આવે છે. ત્યારે આ બાબતે પણ રાજ્ય સરકાર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરશે અને જો જરૂર પડશે તો ખેડૂતોને નુકસાની સહાય પણ ચૂકવશે.