- મુખ્યપ્રધાન રૂપાણીએ આરસોડિયા કોમ્યુનિટી સેન્ટર મુલાકાત લીધી
- ગુજરાતના ગામોમાં 14,926 કોમ્યુનિટી સેન્ટર કાર્યરત કરાયા
- મીડિયા સમક્ષ કોરોનાને લગતી રાજ્ય સરકારની વ્યૂહરચના અંગે માહિતી આપી
- કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી અત્યારથી થઇ રહી છે - રૂપાણી
ગાંધીનગર : શહેરમાં આવેલા આરસોડિયા કોમ્યુનિટી સેન્ટર સહિત રાજ્યમાં 286 કોમ્યુનિટી સેન્ટર 4,585 બેડની કુલ ક્ષમતા સાથે ઉભા કર્યા છે. સમગ્ર રાજ્યમાં આવા 14926 કોમ્યુનિટી સેન્ટર કાર્યરત કરાયા છે. મુખ્યપ્રધાને કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લા વહીવટી તંત્ર, પંચાયતના અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠક કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે આગામી સમયમાં કોરોના વકરશે, તો તે સંદર્ભમાં કયા પ્રકારની રણનીતિ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. તેના વિશે પણ તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
આ પણ વાંચો - ગાંધીનગરના કલોલમાં નવા સ્ટ્રેઇનના વાઇરસની શંકા, રિપોર્ટ પૂણેની લેબમાં મોકલાયો
હવે શહેરોમાં કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગામડાઓમાં કેસ વધ્યા છે
રેમડેસીવીર મામલે કડક કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. એક મેથી આપણે નવી સ્ટ્રેટેજી લઈને આવ્યા છીએ. મારું ગામ કોરોના મુક્ત ગામ, આ જ સંકલ્પ સાથે કામ થઈ રહ્યું છે. કેમ કે, હવે શહેરોમાં કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગામડાઓમાં કેસ વધ્યા છે. તેથી ગામડાઓને કોરોનાથી બચાવવાના છે. એટલા માટે એક એક ગામમાં કમિટીઓ બને, આગેવાનો ચિંતા કરે. જે માટે તંત્રના લોકો કામગીરી કરે છે, પ્રભારીમંત્રી દરેક જિલ્લા, ગામ સુધી મુલાકાત લઈ રહ્યા છે. હું પણ અહીં આવ્યો છું. આઇસોલેશન સેન્ટર બની રહ્યા છે, ત્યાંજ ગામના દર્દીઓને રાખવામાં આવે, ગામનું સર્વેલન્સ થાય, શરદી, તાવના કેસ હોય તેમના ટેસ્ટ કરવામાં આવે છે. જેમને પોઝિટિવ આવે, એ ઘરમાં બીજા સભ્યોને કોરોના ન લગાડે તેની તકેદારી લેવામાં આવી રહી છે, તેમજ તેમને ગામના આઇસોલેશન સેન્ટરમાં રહે તો જ આપણે સંક્રમણ રોકી શકીશું.
આ પણ વાંચો - કલોલમાં પાંચ દિવસનું લોકડાઉન, પાલિકાના 17 એસોસિએશને સહયોગ આપ્યો
આઇસોલેશન થકી જ આપણે મારું ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પ સાથે આગળ વધી શકીશું
લોકોને લક્ષણો દેખાય છે, ત્યારે તકેદારી લેવી જરૂરી છે. તકેદારી ન લેતા ફેફસા અને શ્વાસની તકલીફ ઉભી થાય છે અને તેમાં દર્દીનું મૃત્યુ થાય છે. આવું બીજીવાર ન થાય તેમને ટેસ્ટ કરી ઘરમાં જ ટ્રીટમેન્ટ લે છે. આ કારણે ઘરમાં જ કોરોનાનો ચેપ લાગે છે. જેથી એક ગામનો માણસ બીજા ગામમાં ન જાય એટલા માટે ગામમાં જ આઈસોલેશન સેન્ટર કરવામાં આવે, તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. કોરોના દર્દી અન્ય લોકોથી અલગ રહે, તેમના માટે દવાઓ જમવાની વ્યવસ્થા ત્યાં જ ઊભી કરવામાં આવે. આ ગામમાં 18 કોરોના દર્દીઓ હતા જેમાંથી 10 સાજા થયા. આઠ સાજા થઇ જશે. તો આ ગામ પણ કોરોના મુક્ત આગામી સમયમાં બનશે. તેવી જ રીતે ગુજરાતમાં આઇસોલેશન થકી આપણે ગામોને કોરોના મુક્ત બનાવીશું, તેમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - ગાંધીનગરમાં ગેરકાયદેસર એન્ટિબાયોટિક દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું
જૂન મહિનામાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં વેક્સિન આઓવાની કામગીરી શરૂ કરવામાં આવશે
રાજ્યમાં કોરોના કેસ પહેલા 14 હજારથી વધુ આવતા હતા, પરંતુ દસ દિવસથી કેસમાં થોડો ઘટાડો થયો છે. દરરોજ 1,150 ટન ઓક્સિજન હોસ્પિટલમાં આપી રહ્યા છીએ. 15 મે સુધી આપણને 11 લાખ વેક્સિન મળશે. જેથી વધુ લોકોને વેક્સિન અપાશે. જૂન મહિનામાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. કોરોના મામલે સોમવારે એક્સપર્ટની કોર કમિટી સાથે મિટિંગ થશે. રિસર્ચ કરી રહ્યા છે, તેવા વૈજ્ઞાનિકો સાથે પણ બેઠક થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં તૈયારીઓ કરવાની છે, તેના સંદર્ભમાં પણ બેઠક થશે, અત્યારે બીજી લહેર ભલે હોય તેને પણ સારી રીતે મેનેજ કરી રહ્યા છીએ, પરંતુ રાજ્ય સરકાર અત્યારની પરિસ્થિતીને જોતા આગામી ત્રીજી લહેરની પણ તૈયારી સાથે કામ કરી રહી છે.
આ પણ વાંચો - કલોલમાં 3 કરોડના ખર્ચે CHC સેન્ટરનું લોકાર્પણ કરાયું, નીતિન પટેલે કહ્યું: કલોલ વાસીઓને સારી સુવિધા પ્રાપ્ત થશે