રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર જિલ્લા માટે કોને લાઈનથી અને ટકાઉથી છુટકારો મળે તે હેતુસર એક નવું અને સંપૂર્ણ સુવિધાથી સજ્જ એવું જનસેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. સાથે જ હોસ્પિટલમાં પોષણ સેતુ, સુરક્ષા - સલામતી અને આરોગ્ય માટે હેલ્લો SOS સેવા ખુલ્લી મૂકી હતી. જયારે ગાંધીનગર જિલ્લાના વૃદ્ધોને તિર્થ દર્શન થકી 13 લક્ઝરી બસોમાં વૃદ્ધોને તિર્થાટન યોજના અમલમાં મૂકી હતી.
આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકોની સુવિધાઓ વધારવા માટે રાજ સરકાર સતત પ્રયત્નશીલ છે. ગાંધીનગર જિલ્લામાં લોકોને સારી વહીવટી સુવિધાઓ મળી રહે તે માટે આજે અનેક કામોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. આ સુવિધાથી જિલ્લાના તમામ નાગરિકોને સારી સુવિધાઓ મળી રહેશે. જ્યારે નાગરિકોને લાઈનમાં ના ઉભું રહેવું પડે સરળતાથી કામ પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટરની ઓફિસમાં જન સેવા કેન્દ્ર માં 20 જેટલા કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેથી હવે લોકો કલેકટર અને ચૂંટણીને લાગતા કામો ત્વરિત રીતે કરી શકશે.
જ્યારે SOS સિસ્ટમ બાબતે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમથી એકલા રહેતા વૃદ્ધોને ઉપયોગી બનશે. જેમાં એક જ બટન પ્રેસ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયરની સુવિધા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં અમદાવાદ શહેરમાં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી.