ETV Bharat / state

સીએમ રૂપાણીએ વિવેક ઓબેરોય અને ઝિંદાલ ગ્રૂપ સાથે યોજી બેઠક, વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ બાબતે કરી ચર્ચા - મહારાષ્ટ્રના બિઝનેસમેન

મુખ્યપ્રધાન રૂપાણીએ વિવેક ઓબેરોય અને ઝિંદાલ ગ્રૂપ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વિવેક ઓબેરોયે દિવ્યાંગો માટે સ્ટાર્ટઅપ-ઇનોવેશન અને JEE-IIT જેવી પરિક્ષાનું ડિજિટલ માધ્યમથી રાજ્યમાં અંતરિયાળ-ગ્રામિણ વિસ્તારોના યુવાનોને પણ કોચિંગ સુવિધા આપવાની તૈયારી દર્શાવી હતી.

cm
cm
author img

By

Published : Nov 23, 2020, 10:40 PM IST

  • સીએમ રૂપાણીએ વિવેક ઓબેરોય સાથે કરી મુલાકાત
  • વિવેક ઓબેરોયે રાજ્યના અંતરિયાળ વિસ્તારોના યુવાનો સુધી કોચિંગ આપવાની તૈયારી દર્શાવી
  • ઝિંદાલ ગ્રુપે ગુજરાતમાં પોર્ટ સેક્ટરમાં રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગનો બિઝનેસનો વ્યાપ વધે તથા રાજ્યના યુવાનોને સારું ઓનલાઈન કોચિંગ પ્રાપ્ત થાય તે માટે સોમવારના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહત્વની બેઠક યોજી હતી. જેમાં બોલિવૂડના એક્ટર અને મહારાષ્ટ્રના બિઝનેસમેન વિવેક ઓબેરોય સાથે બેઠક યોજી હતી. જ્યારે બીજી બેઠક ઝિંદાલ ગ્રુપના ચેરમેન સાજન ઝિંદાલ સાથે કરી હતી.

સીએમ રૂપાણીએ વિવેક ઓબેરોય અને ઝિંદાલ ગ્રૂપ સાથે યોજી બેઠક

શુભેચ્છા મુલાકાતમાં દિવ્યાંગો માટે કરાઈ ચર્ચા

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરોયે ગાંધીનગરમાં લીધી હતી. CM રૂપાણી સાથે વિવેક ઓબેરોયે ખાસ કરીને સ્ટાર્ટઅપ ઇનોવેશન સેક્ટરમાં સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવક રીતે કાર્યરત કરવા અંગે વિશદ પરામર્શ કર્યો હતો. ગુજરાતમાં ટોય ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ સ્ટાર્ટઅપ-ઇનોવેશનથી ટોય ઇન્ડસ્ટ્રી હબ બનાવવા સ્ટાર્ટઅપ-ઇનોવેશન યુનિવર્સિટીએ ટોય હેકાથોનના માધ્યમથી કરેલી પહેલ અંગે ચર્ચાઓ હાથ ધરી હતી.

JEE અને IIIT ના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ બાબતે ચર્ચા

વિવેક ઓબેરોયે ગુજરાતમાં યુવા વિદ્યાર્થીઓને JEE, IIIT જેવી પરિક્ષાઓના કોચિંગ માટે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી ગ્રામીણ યુવાનોને પણ કોચિંગ સુવિધા માટે પણ સહભાગીતાની ઇચ્છા દર્શાવી હતી. સીએમ રૂપાણીએ તેમને આઇ ક્રિએટ સહિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન માટેની મુલાકાત કરવા પણ આ બેઠકમાં સૂચવ્યું હતું.

ઇઝ ઓફ ડુઇંગ અને પોર્ટ સેકટર ડેવલોપમેન્ટ બાબતે ચર્ચા

CM વિજય રૂપાણી સાથે ઝીંદાલ ગ્રૂપના ચેરમેન સાજન ઝીંદાલ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને પોર્ટ સેક્ટર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં રોકાણો માટેની ઉત્સુક્તા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ઝિંદાલ ગ્રૂપ સ્ટીલ, પોર્ટ્સ, સિમેન્ટ માઇનીંગ, એનર્જી અને પેઇન્ટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં પોતાની વ્યવસાયિક તજજ્ઞતાથી વિશ્વખ્યાત છે. સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તેમજ નવી ઉદ્યોગનીતિના માધ્યમથી રોકાણકારો-ઉદ્યોગકારોને આકર્ષિત કરવાની જે સફળતા મેળવી છે તેનાથી પ્રભાવિત થઇને ઝિંદાલ ગ્રૂપ ગુજરાતમાં રોકાણો કરવા માટે ઉત્સુક છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.