ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સવારથી દહેગામ પાસે આવેલા કંથારપૂર મહાકાળી વડના (kantharpur mahakali vad )યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટના વિકાસ કામોની નિરીક્ષણ તેમજ મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યારે મુલાકાત લઇને પરત આવી રહ્યા (Bhupendra Patel visits Giod village)હતા ત્યારે તેઓએ તેમના સુરક્ષા કર્મચારીઓને ગિયોડ ગામમાં જવાની સૂચના આપવામાં આવી હતી અને તેઓ અચાનક જ આ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જઈને પરિસ્થિતિ અને આંતર માળખાકીય સુવિધાઓનો રિપોર્ટ લીધો હતો. સાથે જ વિદ્યાર્થીઓ અને ગામમાં વૃદ્ધો જોડે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી હતી.
![ગિયોડ ગામની મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15247786_cm01_aspera.jpg)
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ અંબાજી કોટેશ્વરના ગ્રામજનોને થયો
ગિયોડ ગામની અચાનક મુલાકાત - ગાંધીનગરના ગિયોડ ગામની ઓચિંતી મુલાકાતે પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગામના વડીલો, બાળકો સાથે વાતચીત કરી વિગતો મેળવી ગ્રામજનો સાથે બેસી ચા પીને સ્વાદ માણ્યો હતો, ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ કે ગામમાં કોઇને જાણ કર્યા વિના ગિયોડ ગામે પહોચ્યા હતા. તેમણે ગિયોડ ગામે પહોંચીને ગામના વૃદ્ધો, વડીલોને ગામમાં સફાઇ, શાળા શિક્ષણ વગેરે અંગે સહજ પૂછપરછ કરી હતી.
કંથારવડ યાત્રાધામ બનશે - રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર પાસે આવેલા યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને પપ્રથમ તબક્કામાં 6 કરોડ રૂપિયાના કુલ ખર્ચે નિર્માણાધીન લેન્ડ સ્કેપિંગ, ધ્યાન યોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયાની કામગીરી નિહાળી માર્ગદર્શન આપ્યું.
આ પણ વાંચોઃ CM Bhupendra Patel Vadodara Visit: CMની ઓચિંતી મુલાકાતથી તંત્ર ઊંઘતું ઝડપાયું, મેયર-કમિશ્નર દોડતા થયાં
કોણ રહ્યું હાજર - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મંગળવારે સવારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પ્રવાસન સચિવ હરિત શુક્લ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલ, અગ્ર મુખ્ય વનસંરક્ષક રામકુમાર, તેમ જ ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય અને અધિકારીઓ સાથે કંથારપુર મહાકાળી વડ પહોંચ્યા હતા. વિવિધ કાર્યોની વિગતો મેળવી હતી તેમ જ સાઈટ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો પણ કર્યાં હતા. સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો અને ભૂલકાઓ સાથે સ્નેહભાવથી હળ્યા-મળ્યા હતા.આ પરિસરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્રતયા અંદાજે રૂપિયા 14.96 કરોડના ખર્ચે જે કામો તબક્કાવાર રીતે હાથ ધરવાનાં છે. તે નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂરાં થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે કંથારપૂર વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તે મિનિ કબીર વડ તરીકે પણ ઓળખાય છે.