ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે, તેવી ટીપ્પણી કરી હતી, જેમાં પુર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો. જેમાં સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા આપવામાં આવી છે. જેથી કોર્ટના નિર્ણય બાદ લોકસભામાં રાહુલ ગાંધીનુ સભ્યપદ છીનવી લેવામાં આવ્યું હોવાથી ગુજરાત કોંગ્રેસ વિધાનસભાના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, ભાજપ ફરી ડરાવી ધમકાવીને સત્તા પર આવવાની કોશિશ કરે છે, પણ 2024માં પરિવર્તન આવશે.
દેશના લોકોનો અવાજ દબાવવાની કોશિશ: લોકસભમાં રાહુલ ગાંધીનું સભ્ય પદ ખેંચવાના કારણે અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, દેશના લોકોને ડારાવવા અને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અદાણી દ્વારા આખા વિશ્વનું મોટામાં મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું અને એના માટે સંસદમાં ચર્ચા થવી જોઈએ વિષય પર બોલતા હોય તો રાહુલ ગાંધીને બોલવા દેતા નથી, એવું તો શું ખોટું હતું ? એવું તો શું તમે એમની મદદ કરી છે કે શું છુપાવવા માંગો છો? કોર્ટના નિર્ણયોને આધાર રાખીને તાત્કાલિક રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાવુ એ સ્પષ્ટ બતાવે છે કે, સરકાર સત્તાનું કેન્દ્રીકરણ કરી રહ્યા છે.
Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધી માટે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરતા પોલીસે કરી અટકાયત
2024માં આવશે પરિવર્તન: અમિત ચાવડા વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આવતા વર્ષે દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને લોકો જોઈ જ રહ્યા છે કે, દેશમાં શું થઈ રહ્યું છે. દેશમાં લોકોના સંવિધાનિક અધિકારો ખતમ થઈ રહ્યા છે. દેશના લોકોની લોકશાહી ખતમ કરી રહી છે. આ સરકાર દેશની તમામ સત્તા અને સંપત્તિઓનું કેન્દ્રીકરણ સરકાર કરી રહી છે. ED, ઇન્કમટેક્સ, ન્યાયતંત્ર હોય કે પછી ચૂંટણી પંચ હોય આ તમામનો દુરઉપયોગ સરકાર દ્વારા થઈ રહ્યો છે. સાથે સાથે લોકોને ડરાવી ધમકાવીને ફરી સત્તા ઉપર આવવા માંગતી આ સરકારને ખ્યાલ હોવો જોઈએ કે, લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. આ બધું પ્રજા જોઈ રહી છે અને તમે જે મિત્રો માટે સરકાર ચલાવો છો, તેનો જવાબ પણ આવનારી ચૂંટણીમાં પ્રજાની અદાલતમાં તમામ લેખા જોખા થશે અને 2024માં દેશમાં પરિવર્તન આવશે.
નીતિ પ્રમાણે દેશ ચાલે છે: ભાજપના પ્રવક્તા ધારાસભ્ય જીતુ વાઘાણીએ અમિત ચાવડાના આક્ષેપ પર નિવેદન આપ્યું હતું કે, ભારતવર્ષમાં કાયદાઓની જોગવાઈઓ છે, એમાં હું પણ બાકાત નથી અને કોઈ વ્યક્તિ વિશેષ પણ બાકાત નથી. બંધારણની જે જોગવાઈઓ છે, તે અનુસારનું કામ પાર્લામેન્ટ હોય કે વિધાનસભા હોય એમાં થતું હોય છે. કાયદાને અનુસરવું એ ભારતના દેશના સૌ નાગરિક તરીકે સૌની ફરજ છે. કાયદો કાયદાનું કામ કરતો હોય છે અને કાયદા પ્રમાણે હોય છે બંધારણીયતિ નિયમો પ્રમાણે આ દેશ ચાલે છે.