ETV Bharat / state

Cabinet meeting in Gandhinagar: ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, કેન્દ્રીય બજેટથી રાજ્ય બજેટ મુદ્દે થશે ચર્ચા - ગુજરાતમાં કોરોના કેસની સમિક્ષા

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બીજી ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે 12:30 કલાકે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં લોકસભામાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં (Union Budget 2022)ગુજરાતમાં કયાં પ્રોજેક્ટ શરૂ થઈ શકે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. 5 ફેબ્રુઆરી સુધી શાળા ઓફલાઈન નહીં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી કેબિનેટ (Cabinet meeting in Gandhinagar)બેઠકમાં આ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે,

Cabinet meeting in Gandhinagar: ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, કેન્દ્રીય બજેટ થી રાજ્ય બજેટ મુદ્દે થશે ચર્ચા

author img

By

Published : Feb 1, 2022, 9:52 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)અધ્યક્ષતામાં બીજી ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે 12:30 કલાકે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે (Gandhinagar Golden Complex-1)કેબિનેટ બેઠક યોજવામાં(Cabinet meeting in Gandhinagar) આવશે. આ કેબિનેટ બેઠકમાં ચર્ચાની વાત કરવામાં આવે તો કેન્દ્રીય બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતમાં કયાં કયાં પ્રોજેક્ટ શરૂ થઈ શકે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય બજેટ પર થશે ચર્ચા

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે( FM Nirmala Sitharamane)આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ (Union Budget 2022)રજૂ કર્યું છે. ગુજરાતમાં આ બજેટને કેટલો લાભ થશે અને આ બાજુથી ગુજરાતમાં કયાં નવા નવા પ્રોજેક્ટો કાર્યરત થઈ શકશે, સાથે ગુજરાતના યુવાનો ખેડૂતોને કઈ રીતે ફાયદો થશે તે તમામ મુદ્દાઓ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકારના બજેટના જે મુદ્દાઓ છે તે જ મુદ્દાઓ રાજ્યના બજેટમાં (Gujarat Budget 2022 )છે કે નહીં અને તેમાં નવા સુધારા વધારાની ચર્ચા પણ કરવામાં આવશે.

શાળાઓ શરૂ કરવા બાબતે થશે ચર્ચા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં 5 ફેબ્રુઆરી સુધી શાળા ઓફલાઈન નહીં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આગામી કેબિનેટ બેઠકમાં આ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે, જેમાં શાળાઓ ક્યારથી શરૂ કરવી અને કેવી રીતે શરૂ કરી શકાય સાથે જ પ્રથમ તબક્કામાં ધોરણ 1 થી 5 અને ત્યાર બાદ 6 થી 9ના શાળાના વર્ગો શરૂ કરવા કે નહીં તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ CM Bhupendra Patel Reaction : મુખ્યપ્રધાને બજેટ 2022ને ગણાવ્યું આત્મનિર્ભર

રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા

રાજ્યમાં જે રીતે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હતું અને ત્યારે હવે સતત ઘટી રહ્યું છે. કેસમાં સતત ઘટાડો આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે 17 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે પોઝિટિવિટી ચકાસીને અમુક શહેરોમાંથી રાત્રે કર્ફ્યુ હટાવવા કે નહીં તે બાબતની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે સાથે જે શહેરમાં શહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Union Budget 2022 : હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટતા ચીનથી ભારતના વ્યાપારીઓને નુકશાન, જાણો વિગતથી...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.