ETV Bharat / state

Gujarat Cabinet Meeting: જાણો કેબિનેટ બેઠકમાં કયા મુદ્દાઓને લઈને થશે છે ચર્ચા? - r cm bhupendra patel

ગુરુવારે 2 નવેમ્બરના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં વાઇબ્રન્ટ સમિટ, વિશ્વ કપની ફાઇનલ અને ખાસ સસ્તા અનાજની દુકાનોનો જે પ્રશ્ન સામે આવ્યો છે તેને લઈને ચર્ચા થશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 5:51 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 2 નવેમ્બરના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં મુદ્દાની વાત કરવામાં આવે તો સસ્તા અનાજના દુકાન બાબતનો જે મામલો બુધવારે સામે આવ્યો હતો તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત, દિવાળીની તૈયારીઓ, સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવશે.

સસ્તા અનાજની દુકાન બાબતે ચર્ચા: બુધવાર સવારથી નજરે સસ્તા અનાજની દુકાનો દ્વારા કમિશન બાબતે હડતાલ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. ગરીબોને દિવાળીના સમયમાં પણ સમયસર અનાજના પુરવાટો પ્રાપ્ત થશે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પ્રહલાદ મોદી પણ ગાંધીનગર પહોંચ્યા હતા. આ સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ગુજરાતના નાગરિકોને પુરવઠો મેળવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તેને ધ્યાનમાં લઈને પણ મહત્વના નિર્ણયો અથવા તો નવા નિર્દેશો પણ રાજ્ય સરકાર જાહેર કરી શકે છે.

દિવાળી પહેલા રોડ શોનું આયોજન: ગુજરાત ગ્લોબલ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં પ્રધાનોને જવાબદારી સોંપીને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પાંચ જેટલા સનદી અધિકારીઓ વિદેશમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટના કામકાજમાં વ્યસ્ત છે ત્યારે ત્યાંથી પણ કઈ રીતનો રિસ્પોન્સ પ્રાપ્ત થઈ રહ્યો છે તે બાબતની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.

વિશ્વ કપ ફાઇનલ બાબતે ચર્ચા: ભારત દેશ હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું યજમાને કરી રહ્યું છે ત્યારે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ રમાવવા જઈ રહી છે. ગુજરાત પોલીસને અગાઉ પણ ભારત પાકિસ્તાનની મેચમાં અનેક ધમકી ભર્યા મેલ પ્રાપ્ત થયા હતા ત્યારે પરિસ્થિતિ થોડી તંગ બની હતી. વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ખરાબ ન થાય તે બાબતે પણ ગુજરાત પોલીસ દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવશે.

ડુંગળીના ભાવને કાબુમાં રાખવાની ચર્ચા: ગુજરાતમાં ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ અત્યારે 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો છે ત્યારે કેબિનેટ બેઠકમાં ડુંગળીના ભાવ ને કઈ રીતે ઘટાડવા આ ઉપરાંત શાકભાજી અને અન્ય વાત કરીએ શિયાળા દરમિયાન કોઇપણ શાકભાજીના ભાવ કુદરતી રીતે વધે નહીં તેને લઈને પણ ખાસ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

  1. Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી ગરીબોને મળતું અનાજ અટકી નહીં જાયઃ કુંવરજી બાવળિયા
  2. Sardar Patel Birth Anniversary : સરદાર એકતાનું પ્રતીક, નાત-જાત અને ધર્મથી ઉપર રહીને દેશને એક કર્યો : શંકર ચૌધરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.