ETV Bharat / state

પેટાચૂંટણીઃ કોંગ્રેસ-ભાજપનો સરખો ભાગ, પણ પક્ષપલટુ અલ્પેશ-ધવલને પ્રજાનો જાકારો - પેટાચૂંટણીના પરિણામૉ

ન્યુઝ ડેસ્કઃ ગુજરાત પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. બંને પક્ષોને 3-3 બેઠકો પર વિજય મળ્યો છે. ભાજપને ખેરાલુ, અમરાઈવાડી અને લુણાવાડામાં જીત સાંપડી છે, જ્યારે કોંગ્રેસનો રાધનપુર, બાયડ અને થરાદમાં વિજય સાંપડ્યો છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની કારમી હાર થઈ છે. પક્ષપલ્ટો કરનારા અલ્પેશ અને ધવલસિંહ ઝાલા બંનેને પ્રજાએ જાકારો આપ્યો છે.

BY ELECTION POLLS
author img

By

Published : Oct 24, 2019, 10:47 AM IST

Updated : Oct 25, 2019, 7:13 AM IST

ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં કોંગ્રેસને 3 અને ભાજપને 3 બેઠકો પર વિજય થયો છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર થઈ છે. અહીં રાધનપુર, બાયડ અને થરાદ પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે લુણાવાડા, અમરાઈવાડી અને ખેરાલુમાં ભાજપનો વિજય થયો છે.

બેઠક વિજેતા મળવેલ મત હાર મળેલા મત જીતનું અંતર
થરાદ ગુલાબસિંહ રાજપૂત (કોંગ્રેસ) 72959 જીવરાજ પટેલ (ભાજપ) 66587 6372
ખેરાલુ અજમલજી ઠાકોર (ભાજપ) 60875 બાબુજી ઠાકોર (કોંગ્રેસ) 31784 29091
અમરાઈવાડી જગદીશ પટેલ (ભાજપ) 48526 ધર્મેન્દ્ર પટેલ (કોંગ્રેસ) 42925 5601
લુણાવાડા જિગ્નેશ સેવક (ભાજપ) 67206 ગુલાબસિંહ ચૌહાણ (કોંગ્રેસ) 54999 12207
રાધનપુર રઘુ દેસાઈ (કોંગ્રેસ) 77410 અલ્પેશ ઠાકોર (ભાજપ) 73603 3807
બાયડ જશુ પટેલ (કોંગ્રેસ) 65597 ધવલસિંહ ઝાલા (ભાજપ) 64854 743

ગુજરાત ભાજપ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર હારી ગયા છે. અહીં કોંગ્રેસના રઘુ દેસાઈની ભવ્ય જીત થઈ છે. અલ્પેશ ઠાકોર પ્રથમ સમાજના આંદોલનકારી બની બાદમાં કોંગ્રેસમાં ભળી ગયો હતો. આટલે ન અટકતા તેણે કોંગ્રેસ છોડી કેસરિયો પણ ધારણ કર્યો હતો, હવે અંતે પક્ષપલ્ટુની સાથે જીભને પણ વારંવાર પલટાવતા અલ્પેશ ઠાકોરને પ્રજાએ ઘર ભેગા કરવાનો નિર્ણય પેટાચૂંટણીના પરિણામમાં બતાવ્યો છે. અંતે હવે અલ્પેશની રાજકીય કારકીર્દી સામે જોખમ ઉભુ થયુ છે.

જૂઓ ઈટીવી ભારતનું પેટાચૂંટણીના પરિણામોનું સટીક વિશ્લેષણ

લુણાવાડા બેઠક પર કોંગ્રેસના જીજ્ઞેશ સેવકનો જંગી લીડ સાથે વિજય થયો છે, અહીં કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ રાધનપુર બેઠક પર 21 રાઉન્ડના અંતે કોંગ્રેસના રઘુ દેસાઈ 4500 મતોથી આગળ છે. જ્યારે અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવાર 2500 મતોથી આગળ ચાલે છે. આ બંને બેઠકો પર હજુ પણ જીત અંગે સસ્પેન્સ છે.

થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો 6000 મતે ભવ્ય વિજય થયો છે. અહીં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત બીજીતરફ હજુ અલ્પેશ ઠાકોર રાધનપુરથી પાછળ ચાલી રહ્યા છે. જ્યાં કોંગ્રેસના રઘુ દેસાઈ આગળ ચાલી રહ્યાં છે.

લુણાવાડામાં ભાજપના જીજ્ઞેશ સેવકની જીત લગભગ નિશ્ચિત જણાઈ રહી છે. જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ અહીં હારે તેવી શક્યતાઓ છે. અમરાઈવાડીમાં ભાજપના જગદીશ પટેલ કરતાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ આગળ છે.

મહેસાણાની ખેરાલુ બેઠક ભાજપે કબ્જે કરી લીધી છે. અહીં ભાજપના અજમલજી ઠાકોરે કોંગ્રેસના બાબુજી ઠાકોરને 25000થી વધુ મતોએ મ્હાત આપી છે. બીજીતરફ બાયડમાં ધવલસિંહ ઝાલા સામે જશુ પટેલની જીત થઈ છે.

અલ્પેશ ઠાકોર હજુ પણ રાધનપુરથી 4500 મતોથી પાછળ ચાલી રહ્યા છે. અહીં કોંગ્રેસના રઘુ દેસાઈ આગળ ચાલી રહ્યા છે. અલ્પેશની રાજકીય કારકીર્દી સામે જોખમ ઉભુ થયુ છે.

બાકીની થરાદ બેઠક પર ભારે રસાકસી ચાલી રહી છે. કોંગ્રેસ ફક્ત 900 વોટથી પાછળ છે. જ્યારે અમરાઈવાડીમાં કોંગ્રેસ 5000થી વધુ મતોની લીડથી આગળ છે. બીજીતરફ લુણાવાડામાં ભાજપ 13000 મતોથી આગળ ચાલે છે.

ગુજરાતમાં બાયડ, રાધનપુર, લુણાવાડા, અમરાઈવાડી, થરાદ અને ખેરાલુ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ત્યારે 10 વાગ્યા સુધીમાં ક્યાંક 9 તો ક્યાંક 7 રાઉન્ડની ગણતરી થઈ ગઈ છે.

જેમાં મળતી વિગતો મુજબ કોંગ્રેસ હાલ 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ ત્રણ પૈકી અમરાઈવાડી, રાધનપુર અને બાયડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનુક્રમે ધર્મેન્દ્ર પટેલ, રઘુ દેસાઈ અને જશુ પટેલ આગળ ચાલી રહ્યાં છે. જ્યારે પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા 10માં રાઉન્ડમાં પણ પાછળ ચાલી રહ્યાં છે. અમરાઈવાડીથી ભાજપ ઉમેદવાર જગદીશ પટેલ પાછળ ચાલી રહ્યાં છે.

બીજીતરફ અન્ય ત્રણ બેઠકોમાં લુણાવાડા, થરાદ અને ખેરાલુમાં ભાજપના ઉમેદવારોની લીડ છે. લુણાવાડમાં ભાજપના ઉમેદવાર જીજ્ઞેસ સેવક આગળ છે, જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ પાછળ છે. ખેરાલુમાં અજમલજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના બાબુજી ઠાકોર પાછળ ચાલી રહ્યાં છે. બીજીતરફ થરાદમાં ભાજપ ઉમેદવાર જીવરાજ પટેલ આગળ ચાલી રહ્યા છે, જ્યારે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે.

આ જ ગણતરી જો પરિણામમાં ફેરવાશે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થશે. બંને પક્ષોને 3-3 બેઠકો પર જીત મળે તેવી શક્યતાઓ છે. આ વચ્ચે ભાજપ માટે વધુ માઠા સમાાચાર એટલે આવશે કારણ કે પક્ષપલ્ટો કરીને આવેલા બે ઉમેદવારોને હારનો સામનો કરવો પડશે. તેમાંય બંને બેઠકો પૈકી રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલાપોતાના સમાજનું પ્રભુત્વ હોવા છતાં તેમને કારમી હાર મળશે, જેનો બોધપાઠ સ્વરૂપે પક્ષપલ્ટો કરી ભાજપમાંથી જીતી જવાય તે વાત તદ્દન ખોટી સાબિત થશે. તેમજ અલ્પેશ ઠાકોરની રાજકીય કારકીર્દી સામે પણ જોખમ ઉભુ થશે.

Intro:Body:

BY ELECTION POLLS

Conclusion:
Last Updated : Oct 25, 2019, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.