ગાંધીનગરઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી અને કોંગ્રેસની સરકાર બન્યા બાદ મોટાભાગના પ્રોજેક્ટો ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. ત્યારે આજે મહારાષ્ટ્રમાં સામના અખબારમાં અમદાવાદથી મુંબઇ વચ્ચેના મેટ્રો પ્રોજેક્ટને લઇ જણાવ્યું છે કે, મેટ્રો પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને લીલી ઝંડી આપવામાં આવશે. તેને લઇને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે મેં પ્રોજેક્ટએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યારે હંમેશા આગળ વધવા માટે ગતિ અને પ્રગતિ જરૂરી છે.
મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ હવે તેના પરિવાર પણ બદલાઇ ગયા છે. જેને લઇને મોટા ભાગના ભાજપ સરકારના પ્રોજેક્ટ ઉપર પાણી ફરી વળી રહી છે. તેવા સમયે ઉદ્ધવ ઠાકરેના નામના અખબારમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઇને સમાચાર છપાયા છે. ત્યારે ભાજપના ભરત પંડ્યાએ વળતો જવાબ આપતાં કહ્યું કે મેટ્રો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 50 વર્ષ સુધી જાપાન દ્વારા પૈસા માગવા માં આવવાના નથી. ત્યારે મુંબઈથી અમદાવાદ આવનજાવન કરતા લોકોને આ પ્રોજેક્ટ દ્વારા ગતિ મળશે.