ગાંધીનગર : ગુજરાતના ગોધરા કાંડ બાદ રમખાણ બાબતે BBC દ્વારા બે તબક્કાની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. જેને પ્રથમ તબક્કાની ડોક્યુમેન્ટરી 17 જાન્યુઆરી 2023 ના રોજ અને બીજા તબક્કાની ડોક્યુમેન્ટરી 24 જાન્યુઆરી 2023 ના રોજ રજૂ કરી હતી. પરંતુ આ ડોક્યુમેન્ટ્રી ભારત દેશમાં રજૂ થઈ નથી અને ડોક્યુમેન્ટરીમાં ગોધરા કાંડ બાબતનો ઘટનાનો સમાવેશ થયો છે. જેનો ભારત દેશમાં ખૂબ વિરોધ થયો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે બીબીસીની ડોક્યુમેન્ટરીની વિરોધમાં ગૃહમાં સંકલ્પ ઠરાવ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
બીજા સેશનમાં થશે સંકલ્પ રજૂ : ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે જણાવ્યા અનુસાર આવેલી બીબીસી દ્વારા બહાર પાડવામાં આવેલી ડોક્યુમેન્ટરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરાયો છે. આથી બીબીસીની ડોક્યુમેન્ટરીનો ચારેકોરથી વિરોધ થયો હતો અને કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ પણ લદાયો હતો. આ બીબીસી ડોક્યુમેન્ટરીના વિરોધમાં ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે બીજા સેશનમાં સંકલ્પ રજૂ કરાશે. સંકલ્પમાં જણાવ્યા અનુસાર બ્રિટિશ કોર્પોરેશન એટલે કે બીબીસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ડોક્યુમેન્ટ્રીમાં વર્ષ 2002માં સર્જાયેલ ગોધરા કાંડ અને ત્યારબાદની તમામ ઘટનાઓમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તથા રાજ્ય સરકારને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે, જેની વિરુદ્ધમાં સંકલ્પ ઠરાવ પ્રસ્તાવ વિધાનસભાના બીજા સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે.
આ પણ વાંચો Gujarat Budget Session : ગૃહમાં મહાભારત, કોની સામે લડવું બધા કોંગ્રેસના સભ્યો ભાજપમાં: ચાવડા
કેન્દ્ર સરકારને કડક પગલાં લેવા અનુરોધ કરાશે : ગુજરાત વિધાનસભાના બીજા સેશનમાં બીબીસી ડોક્યુમેન્ટરી બાબતે સંકલ્પ રજૂ થશે. જેમાં વર્ષ 2002ની આ ઘટનામાં રાજ્ય સરકારે 6 માર્ચ 2002ના જાહેરનામાથી ન્યાયાધીશ કે જી શાહ તપાસ પંચની રચના કરી તેમજ નિવૃત્ત ન્યાયાધીશ નાણાવટીને અને શાહ કમિશનના અધ્યક્ષ હેઠળ તપાસ કરવામાં આવી હતી. 27 જાન્યુઆરી 2002 બાદ ગુજરાતમાં રમખાણો થયા હતા, તેમાં કમિશને નરેન્દ્ર મોદી સરકારને કલીનચીટ આપી હતી તેવું તપાસ કમિટીમાં સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારની કોઈ જ સાંઠગાંઠ નથી અને નિષ્ક્રિયતા પણ નથી હોવાનો રિપોર્ટ આવ્યો છે. ત્યારે ફક્ત ગુજરાત સરકાર, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, અધિકારીઓ તથા ભારત દેશની વૈશ્વિક છબીને આંતરરાષ્ટ્રીયસ્તરે ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા વિધાનસભા ગૃહમાં થશે. જેથી બીબીસીની ડોક્યુમેન્ટરીમાં દર્શાવેલ મનઘડંત તારણો સામે કડક પગલાં લેવા ગુજરાત વિધાનસભા ગૃહ કેન્દ્ર સરકારને અનુરોધ કરશે.
કમિશને આપી છે ક્લીન ચિટ : બીબીસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ડોક્યુમેન્ટરીમાં ભારતે દેશમાં ખૂબ જ વિરોધ થયો હતો. જ્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે બીબીસી ડોક્યુમેન્ટરી બાબતનો જે સંકલ્પ રજૂ થશે તેમાં નાણાવટી કમિશનને ગોધરા કાંડ તેમજ ત્યારબાદના તમામ રમખાણો અંગે રાજ્ય સરકારને ક્લિનચીટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંંતરરાષ્ટ્રીયસ્તરે વધતી પ્રતિષ્ઠા અને આંતરરાષ્ટ્રીયસ્તરે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના અર્થે જ આ ડોક્યુમેન્ટરી 20 વર્ષ બાદ જાહેર કરી હોવાના અને નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું હોવાનું પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.