ETV Bharat / state

Budget Session 2023 : ગુજરાતમાં સિંહ અને દીપડાના હુમલાથી 34નાં મૃત્યુ, પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં 12 પ્રાણીના મૃત્યુ - જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીયા

વિધાનસભા પ્રશ્નોત્તરીમાં મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સિંહ અને દીપડા દ્વારા માનવો પરના હુમલા અંગે મોટી વાત બહાર આવી હતી. છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા 263 વખત માનવ પર હુમલા થયાં છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં 12 પ્રાણીઓના મૃત્યુ થયાં હોવાની જાણકારી પણ મળી હતી.

Budget Session 2023 : ગુજરાતમાં સિંહ અને દીપડાના હુમલાથી 34નાં મૃત્યુ, પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં 12 પ્રાણીના મૃત્યુ

author img

By

Published : Mar 14, 2023, 6:52 PM IST

ગાંધીનગર : ગુજરાતના ગીર જંગલમાં દેશ વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે અને અહીંયા આવીને પોતાના જીવનભરનો એક ખાસ અનુભવ તેઓ પોતાની સાથે લઈ જતા હોય છે. ગીરની જંગલની આસપાસ અને એક માનવ વસ્તી પણ રહે છે જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સિંહ અને દીપડા પોતાને હદ વધારવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ખેતરમાં પણ જોવા મળ્યા છે. ત્યારે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યએ કરેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે સિંહ અને દીપડા દ્વારા કુલ 263 વખત માનવ પર હુમલા કરવામાં આવ્યા છે.

સિંહ અને દીપડાનો 263 વખત હુમલો : જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીયા કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં સિંહ અને દીપડા દ્વારા માનવ મૃત્યુ અને હુમલાના પ્રતિ ઉત્તરમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2020 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સિંહ દ્વારા કુલ 47 વખત હુમલો કરવામાં આવ્યો છે. જેમાં સાત વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને 40 માનવ ઇજાની ઘટના નોંધાઈ છે. જ્યારે દીપડા દ્વારા 27 જેટલા માનવ મૃત્યુની ઘટના થઈ છે અને કુલ 189 લોકોને ઈજાની ઘટના નોંધાઇ છે. આમ સિંહ અને દીપડા દ્વારા વર્ષ 2021 અને 22 માં કુલ 263 વખત હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કુલ 34 લોકોના મૃત્યુ નીપજ્યા છે. સિંહ હુમલામાં વર્ષ 2021માં 2 અને વર્ષ 2022માં 5 માનવ મૃત્યુ તેમ જ દીપડા દ્વારા વર્ષ 2021માં 15 માનવ મૃત્યુ અને 105 માનવ ઇજા અને વર્ષ 2022માં 12 માનવ મૃત્યુ અને 84 માનવ ઇજાની ઘટના નોંધાઇ છે.

આ પણ વાંચો Budget Session 2023 : અરે રે રે રે કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરી 2022 સુધીના 21672 કરોડ ગુજરાતને આપ્યાં જ નથી

સરકારે ચૂક્વ્યું વળતર : રાજ્ય સરકાર દ્વારા નિયમ પ્રમાણે સિંહ અને દીપડાના હુમલા અંતર્ગત આર્થિક સહાયનું ધોરણ છે. ત્યારે રાજ્ય સરકારે સિંહોના હુમલાથી થયેલ મોતમાં સરકારે વર્ષ 2021માં 8,00,000 અને માનવ ઇજામાં 73,100 રૂપિયા, વર્ષ 2022માં માનવ મૃત્યુમાં 25,00,000 અને માનવ ઇજામાં 1,54,300 ચૂકવવામાં આવ્યા છે. જ્યારે દીપડાના હુમલામાં મૃતકોના પરિવારજનોને વર્ષ 2021માં 60,00,000 અને વર્ષ 2022માં 60,00,000 લાખ ચૂકવવામાં આવ્યા છે. માનવ હુમલામાં વર્ષ 2021માં 4,50,000 અને વર્ષ 2022માં 7,83,300 ચુકવણી કરીને સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 16,76,0700 સહાય ચૂકવવામાં આવી છે.

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં 12 પ્રાણીઓના મૃત્યુ : કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં આવેલા પ્રાણીઓ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 જાન્યુઆરી 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કઈ જાતના પ્રાણીઓ વસાવવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે અલગ અલગ 940 જેટલા પ્રજાતિઓના પ્રાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાખવામાં આવ્યા હતા જેમાં બાર જેટલા પ્રાણીઓના મૃત્યુ થયા હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં કબૂલ્યુ છે. જ્યારે આ પ્રાણીઓ કાર્ડિયાક સ્ટ્રોક, એક્સિડેન્ટલ શોક, હાઈપોવેલેમિક શોકથી મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેરાત કરી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મગર, હરણ, થામીન હરણ, સન કોનુર, બજરીગર, સુડો પોપટ, લવ બર્ડ, અને ઝરખ જેવા પ્રાણીઓના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

ગીરના જંગલમાં ખુલ્લા કૂવા : વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગીર અભ્યારણ અને નેશનલ પાર્કમાં પેરાપેટ વિનાના ખુલ્લા કૂવાઓ કેટલા હોવાનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે અંદાજિત 3960 ખુલ્લા કૂવાઓ આવ્યા હોવાની વાત સ્વીકારી છે. જ્યારે સિંહોના ખુલ્લા કૂવામાં પડી જવાથી મોતની ઘટનાઓ પણ ભૂતકાળમાં સામે આવી છે. બજેટની ઉપલબ્ધતામાં તાત્કાલિક ધોરણે ખુલ્લા કુવાઓને સુરક્ષિત કરવાની વાત પણ સરકારે કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.