ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ સત્રમાં બજેટ પર સામાન્ય ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગૃહમાં મહાભારત જેવો માહોલ હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદના ભાજપના દરિયાપુર વિધાનસભા ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા ગૃહમાં અનોખું નિવેદન અપાયું હતું કે કોંગ્રેસ પક્ષે તેમના શાસનમાં લતીફ જેવા અસામાજિક તત્વો પેદા કર્યા અને ભાજપે ઉદ્યોગકારો પેદા કર્યા છે.
દાઉદ, લતીફ કોંગ્રેસના શાસનમાં આવ્યા ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્તાપક્ષના દરિયાપુર વિધાનસભાના MLA કૌશિક જૈન પ્રવચનમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં કોગ્રેસની સરકારમાં અમદાવાદ, સુરત અને મુંબઈમાં લતીફ, દાઉદ અને મહોમ્દ સુરતી જેવા અસામાજીક તત્વો પેદા કર્યા હતા. જ્યારે 27 વર્ષના શાશનમાં ભાજપ પક્ષ દ્વારા અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગકારો પેદા કરવામાં આવ્યા છે.
180 દિવસ કરફ્યુ રહેતો હતો : ગુજરાત વિધાનસભા ગૃહમાં દરિયાપુર વિધાનસભાના MLA કૌશિક જૈને નિવેદન આપ્યું હતું કે પહેલાના સમયમાં અમદાવાદના વિસ્તારોમાં 365 દિવસમાંથી 180 દિવસ કર્ફ્યુમાં રહેવું પડતું હતું. પણ ભાજપની સરકાર આવતા જ તમામ તોફાનો બંધ થયા અને હવે તો આવા કોઈ શબ્દો પણ સાંભળવા મળતા નથી.
વિનિમય વિધેયકમાં સરકારે સ્વીકાર્યું કે ખેડૂતોને સવલત નથી : રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ રજૂ કરેલા બજેટ કરતા વધુ રકમ વપરાશ કર્યો હોય તો તેનું ધ્યાન વિધાનસભા આવનારા બીજા સત્રમાં દોરવું ફરજિયાત છે. ત્યારે ગત વર્ષે 100 કરોડ રૂપિયાનો વધારાના ખર્ચ થયો હતો તે બાબતે આજે વિધાનસભામાં વિનિમય સુધારા વિધેયક રજૂ થયું હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે બટાકા ખેડૂતોને અત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. બટાકા ખુબ જ સસ્તા ભાવે વેચાણ થઈ રહ્યા છે અને ખેડૂતોએ બટાકા ઉત્પાદન કરવા માટે જેટલો ખર્ચ કર્યો છે તેઓ કોઈ પણ પ્રકારનો ખર્ચ મળતો નથી. તેથી સરકારે આ કામ પહેલા કરવું જોઈએ તેવું સૂચન કર્યું હતું. ત્યારે નાણાંપ્રધાન કનુ દેસાઈએ પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું ગુજરાતમાં બટાકા ઉત્પાદનમાં ગેનીબેને જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એમાં બટાકા પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ નથી તે બાબતે ચિંતા વ્યક્ત કરે છે. જ્યારે આ વર્ષે બટાકાનું ઉત્પાદન ખૂબ પ્રમાણમાં થયું છે. બટાકાના સંગ્રહ માટે સહકારી વ્યવસ્થા કરવાની વાત સહકાર પ્રધાનને કરવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat Budget Session : ગૃહમાં મહાભારત, કોની સામે લડવું બધા કોંગ્રેસના સભ્યો ભાજપમાં: ચાવડા
ONGC GSPCની ચિંતા ન કરો, પ્રજાની ચિંતા કરો : કોંગ્રેસ નેતા સી.જે. ચાવડાએ ગૃહમાં વિનિયોગ વિધેયકમાં નિવેદન આપ્યું હતું કે સરકારે હવે ONGC GSPC માંથી બહાર નીકળવું જોઈએ. ખરેખર ONGC, GSPC ને વેચાણ આપી દીધું છે તો તેમ છતાં પણ કંપનીના નુકશાન અનુસંધાને ગૃહમાં વિધેયક લાવવું પડે છે. સરભર કરવા માટે સરકારની જવાબદારી છે. પણ નાણાંપ્રધાન કનુ દેસાઈને નહીં ગમતું હોય તેમ છતાં આ જવાબદારી પૂરી કરવી પડે એવું એમને નવા નિયમ પ્રમાણે આ કરવું જરૂરી છે. એટલા આમાં વિશેષ વાત કરતો નથી પણ હવે પછી જીએસપીસી, ઓએનજીસી, એરપોર્ટની ચિંતા કરવાવાળા બીજા બધાં છે જેનું વેચાણ લીધું છે. હવે સરકારે પ્રજા ઉપર વધારે ધ્યાન રાખે એના માટે ખાસ વિનંતી સાથે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ નિવેદન આપ્યું હતું.