ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના અનેક વિભાગો ખાલીખમ છે. અનેક જગ્યાઓ અને વિભાગોમાં અધિકારો કર્મચારીઓ નથી. ત્યારે ગૃહમાં 10 માર્ચે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન કર્યું હતું કેરાજ્યમાં 5,43,000 સરકારી કર્મચારીઓને બદલે 5,10,000 કર્મચારીઓ કામ કરે છે. આ બાબતે જોતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હસ્તકના વિભાગમાં 562 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.
ભાજપ ધારાસભ્યે પૂછ્યો પ્રશ્ન : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તક પુસ્તક વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીમાં વર્ગ એક બે અને ત્રણના કુલ 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભામાં સામે આવ્યું છે. ભાજપ ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ કરેલ પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે વર્ગ 3માં કુલ 812 જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ગ 3 ની 56 જગ્યાઓ જ કરવામાં આવી છે અને હજુ 500 જેટલી જગ્યાઓ ખાલી પડી છે.
આ પણ વાંચો Gandhinagar News : BBC સામે કાર્યવાહી કરવા વિધાનસભા ગૃહમાં બિન-સરકારી સંકલ્પ વિરોધ વગર પસાર
60 ટકા જગ્યાઓ ખાલી : જ્યારે વર્ગ 1 બાબતે ભાજપના જ સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ પ્રશ્ન કર્યો હતો. જેમાં વર્ગ-2 માં 67 જગ્યાઓ મંજૂરી છે જેમાં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ ફક્ત 2 જ જગ્યાઓ કરવામાં આવી છે અને 42 જગ્યાઓ ખાલી છે. જ્યારે વર્ગ 1 બાબતનો ખાલી જગ્યાનો પ્રશ્ન ભાજપના નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે વર્ગ એકમાં 50 જગ્યાઓ મંજૂર છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ફક્ત 11 જ જગ્યાઓ ભરવામાં આવી છે અને હજુ પણ 20 જગ્યાઓ ખાલી છે. આમ વર્ગ એક બે અને ત્રણમાં કુલ 562 જેટલી જગ્યાઓ હજુ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તકના વિભાગમાં જ ખાલી હોવાનું સામે આવ્યું છે. જે કુલ મહેકમના 60 ટકા જેટલું મહેકમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનની કચેરીમાં ખાલી છે.
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રચારનો ખર્ચ : સરકારે જાહેરાત પાછળ કરોડો ખર્ચ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હસ્તક માહિતી વિભાગ પણ આવે છે અને રાજ્ય સરકારની કામગીરીને લઈને અને કરોડ રૂપિયાની જાહેરાતો પણ કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારે સરકારી ઉત્સવો અને કાર્યક્રમની જાહેરાત પાછળ પણ ખર્ચની વિગતો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવી હતી. જેમાં 31 જાન્યુઆરી 2023 ની સ્થિતિએ અમિત ચાવડાએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યની માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારી ઉત્સવોની જાહેરાત પાછળ કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. પરંતુ સરકારી કાર્યક્રમની જાહેરાત પાછળ છેલ્લા બે વર્ષમાં 01 ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં 430 લાખ અને 01 ફેબ્રુઆરી 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં કુલ 558.58 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ રકમ ખાનગી એજન્સીઓ મારફતે કુલ 988.58 લાખ ચૂકવવામાં આવ્યા છે.