ગાંધીનગર : ગુજરાતમાં સિંહોના કુલ 366 મોત થયાં હોવાનો આંકડો સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના સિંહની વસ્તી ગણતરી કુદરતી મોત અને અકુદરતી મોત બાબતનો પ્રશ્ન સામે આવ્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાતના 366 સિંહોના કુદરતી અને અકુદરતી મૃત્યુ થયા હોવાનું સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. 31 જાન્યુઆરી 2023 ની પરિસ્થિતિએ સિંહોના મોતનો આંકડો વિગતવાર જોઇએ.
ગુજરાતમાં સિંહોના કુદરતી મોતના આંકડા ગુજરાતમાં 2020-21માં કુદરતી મોતમાં નર 31, માદા 21 અને 71 સિંહબાળના મોત નોંધાયા છે. જે કુલ 123 થાય છે. 2021-22માં નર 26, માદા 33 અને સિંહ બાળ 54 એમ કુલ 113ના મોત થયાં છે. જ્યારે 31 જાન્યુઆરી 2023 સુધીમાં 89 સિંહના મોત થયાં છે આમ કુલ 325 મોત કુદરતીપણે થયાં છે.
ગુજરાતમાં સિંહોના અકુદરતી મોતના આંકડાઓ જોઇએ તો 2020-21માં નર 2, માદા 06 અને સિંહબાળ 06 કુલ 14ના મોત થયાં હતાં. 2021-22માં 4 નર, માદા 8 અને 4 સિંહ બાળના મોત સહિત 16ના મોત થયાં છે. 2022-23ની 31 જાન્યુઆરીની સ્થિતિએ નર 4, માદા 4, અને સિંહબાળ 3 એમ કુલ મળી 11 સિંહના મોત નોંધાયા છે. આમ કુલ 41 સિંહના અકુદરતી મોત નોંધાયા છે.
વર્ષ 2020માં થઈ હતી વસ્તી ગણતરી : કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં વન અને પર્યાવરણ પ્રધાન મૂળુ બેરાએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2020 માં હાથ ધરવામાં આવી હતી. તે પૈકી વર્ષ 2020માં 206 નરસિંહ 309 માદા સિંહણ 29 બચ્યાં અને વણઓળખાયેલા 130 સહિત કુલ 674 જેટલા સિંહોની સંખ્યા નોંધાઈ હતી.
આ પણ વાંચો રાજ્યમાં 2 વર્ષમાં 313 સિંહોના મોત, વિધાનસભામાં સરકારે આપી વિગત
31 જાન્યુઆરી 2023 ની પરિસ્થિતિએ સિંહોના મોત : ગુજરાત રાજ્યના વન પર્યાવરણ પ્રધાન મૂળુ બેરાએ પ્રશ્નોત્તરીમાં સિંહના મોત બાબતે પણ વિગતો આપતા જણાવ્યું હતું કે 31 જાન્યુઆરી 2023 ની પરિસ્થિતિએ વર્ષ 2020-21 માં 123 સિંહ વર્ષ 2021-22 માં 113 અને વર્ષ 2022-23 જાન્યુઆરી સુધીમાં 89 સિહોનું કુદરતી રીતે મૃત્યુ છે. જ્યારે અકુદરતી રીતે મૃત્યુની વાત કરવામાં આવે તો વર્ષ 2020-21 માં 14 વર્ષ 2021-22 માં 16 અને 2022-23 માં કુલ 11 જેટલા સિંહોનું મૃત્યુ છે.
આ પણ વાંચો સિંહોના મોત અટકાવવા છેલ્લા 13 વર્ષમાં ચાલુ વર્ષે સૌથી ઓછા કુવાને દિવાલ કરવામાં આવી
ગત વસતી ગણતરી સમયે 28.79 ટકાનો વધારો : ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વર્ષ 2020ની વિગતો પ્રમાણે સિંહ 206, સિંહણ 309, બચ્ચાં 29, વણઓળખાયેલ 130 એમ કુલ મળી 674 સિંહોની સંખ્યાં નોંધાઇ હતી. 2021-22ની વિગતોમાં સિંહ 16, સિંહણ 17, બચ્ચાં 55. વણઓળખાયેલ 01 એમ કુલ 89 સિંહ છે. 2015ની સરખામણીએ 2020માં કુલ 151 સિંહનો વધારો થયો હતો જે કુલ 28.79 ટકાનો વધારો છે. કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આગામી વસતી ગણતરી 2025માં યોજાશે.
સરકાર સિંહોને બચાવવા માટેનું કેવું આયોજન : રાજ્યમાં જે રીતે સિહોના મૃત્યુના આંકડા સામે આવ્યા છે તેમાં રાજ્ય સરકારે સિંહના કુદરતી રીતે મૃત્યુ અટકાવવા માટેના કયા કયા પગલા લીધા છે તે બાબતનો પણ ખુલાસો કર્યો હતો. જેમાં સિંહ તથા અન્ય પ્રાણીઓની બીમારી વખતે તાત્કાલિક સારવાર માટે વેટેનરી ઓફિસરની નિમણૂક પણ કરી છે. સાથે જ વન વિભાગ દ્વારા સિંહના અવર-જવરવાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્યપ્રાણી મિત્રોની નિમણૂક પણ કરવામાં આવી છે. જ્યારે અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતાં જાહેર માર્ગો ઉપર સ્પીડ બ્રેકર મૂકવા, ખુલ્લા કૂવાઓની વોલ બંધવી, લાયન એમ્બ્યુલન્સ, અને રેલવે ટ્રેકની બાજુમાં ચેન લોક ફેન્સીગ કરવામાં આવી છે. સિંહોમાં વેકસીન સાથે રેડિયો કોલર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સાસણ ખાતે હાઈટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરવામાં આવી છે.
13 વર્ષ પૂર્ણ છતાં ભરતી નહીં : પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રેન્જ ફોરેસ્ટ અધિકારી ભરતી બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં 13 વર્ષ વીત્યા છતાં પણ અધિકારીની નિમણૂંકન થઈ હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. જ્યારે આ ભરતી પૈકી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને મદદનીશ વન સંરક્ષકની ભરતીમાં પસંદ પામેલ છ મહિના ઉમેદવારો પૈકી બે મહિલા ઉમેદવારો અનુસૂચિત જનજાતિ કેટેગરીની હતી. જેમાંથી એક મહિલાને વન અને પર્યાવરણ વિભાગના 30 ઓગસ્ટ 2022 ના રોજ હુકમ આપવામાં આવ્યું છે. જ્યારે એક મહિલા ઉમેદવાર હજી સુધી હાજર થઈ નથી. જેથી તેમની નિમણૂકની વિચારણા કરવાની રહેતી નથી. જ્યારે અન્ય ખાલી જગ્યા ઉપર વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. નિર્ણય લેવામાં આવશે તેવું પણ સરકાર લેખિતમાં જણાવ્યું હતું.ગુજરાતનું કુદરતી ઘરેણું એટલે ગીરનું જંગલ. ગીરના જંગલમાં દુનિયાના અનેક દેશથી આવતા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર એશિયાટિક સિંહ છે. ત્યારે