ETV Bharat / state

‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ, એક વર્ષમાં 72 લાખ રેશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજ મળ્યું

રાજ્ય સરકારના પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની કલ્યાણકારી યોજનોની સફળતા અને સિદ્ધિઓનું વર્ણન કરતા ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે સંબંધિત વિભાગના પ્રધાન સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Seva Sankalp nu Ek varsh
Seva Sankalp nu Ek varsh
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 10:11 AM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓનો સમાવેશ કરતા સેવા સંકલ્પનું એક વર્ષ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળીયા અને હર્ષ સંઘવી સહિતના મંત્રીઓની ઉપસ્થિતિમાં ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

‘સેવા સંકલ્પનું એક વર્ષ’ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાણી પુરવઠા વિભાગની કામગીરી : ઉલ્લેખનિય છે કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં રાજ્યભરમાં રુપિયા 969.34 કરોડની યોજનાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત 1096 જેટલા ગામોની ગ્રામીણ જનસંખ્યાને પીવાનું પૂરતું પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રુપિયા 549.22 કરોડની વિવિધ યોજનાઓના લોકાર્પણ દ્વારા 823 ગામોને પાણી પહોંચતું કર્યું છે. આ અંગેની સંપૂર્ણ વિગત અને ભવિષ્યના આયોજનની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.

જન-જન સુધી પહોંચી કલ્યાણકારી યોજના : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમાં સૌને અન્ન-સૌને પોષણ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાકીય સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યના 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારક પરિવારોના 3.54 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ થયું છે.

રાજ્ય સરકારની સફળતા : રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા પણ ગુજરાતના ખૂણે ખૂણા સુધી વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. રાજ્યના દરેક વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં સૌની સુજલામ સુફલામ યોજના તેમજ ભૂગર્ભજળ સંગ્રહ વૃદ્ધિ માટેના અભિયાનોની સફળતા અંગે પણ સેવા સંકલ્પનું એક વર્ષ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે. ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકના વિમોચન પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળીયા, રાજ્યપ્રધાન ભીખુસિંહ પરમાર, રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યપ્રધાન મુકેશ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

  1. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 23 MoU સંપન્ન
  2. "ઈન્ડિયા યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સીક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ, બે દેશના સાયબર એક્સપર્ટ લેશે ભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.