- આજે મંગળવારે ભાજપનો 42મો સ્થાપના દિવસ
- ભાજપના 42માં સ્થાપના દિવસની કમલમ ખાતે ઉજવણી કરી
- મહાપ્રધાન અને પ્રદેશ પ્રવક્તાએ ભાજપનો ઝંડો લહેરાવ્યો
ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 41 વર્ષ પૂર્ણ થયા અને 42માં વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ભાજપના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના નેતાઓ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે
ભાજપના નેતાઓ દ્વારા કમલમ ખાતે સાદાઈથી સ્થાપના દિવસની ઉજવણી
કોરોનાની મહામારી વચ્ચે ભાજપના નેતાઓ દ્વારા કમલમ ખાતે સાદાઈથી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માત્ર ગણતરીના જ કાર્યકરો હતા. નેતાઓ અને કાર્યકરોએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય મંચથી દેશના તમામ કાર્યકરોને સંબોધિત કરવામાં આવ્યું હતું. તેના જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પણ વાંચો : 88માં સ્થાપના દિવસ પર વાયુ સેનાના જાંબાઝ દેખાડી રહ્યા છે તાકાત
કાર્યકરોએ ભાજપનો ઝંડો લહેરાવી જય હિન્દ જય ભારત નારા લગાવ્યા
ભાજપના સ્થાપના દિવસને લઈને પ્રદેશ કાર્યાલય સહિતના જિલ્લા કક્ષાના કાર્યાલય ખાતે પણ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યકરોએ ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો અને જય હિન્દ જય ભારત નારા લગાવ્યા હતા.