ETV Bharat / state

No repeat theory : મહા નગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં "નો રિપીટ થિયરી"નો અમલ કરાશેઃ પાટીલ - નવા ચહેરાને તક

વર્ષ 2021માં 11 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીનું રાજીનામું લીધા બાદ નવી સરકારમાં ભાજપ પક્ષ દ્વારા "નો રિપીટ થિયરી" લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત રૂપાણી સરકારમાં હોય તેવા એક પણ પ્રધાનને ભુપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન અપાયું નહતું. આ ઉપરાંત પી.એ., પી.એસ. પણ બદલી દેવામાં આવ્યા હતા. હવે મહા નગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે આ ક્ષેત્રમાં પણ ભાજપ દ્વારા "નો રિપીટ થિયરી"ના અમલની જાહેરાત કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નો રિપીટ થીયરીનો અમલ થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 7:12 PM IST

Gandhinagar News

ગાંધીનગર : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એક પત્રકાર પરિષદને સંબોધી છે. જેમાં તેમણે નિવેદન આપ્યું છે કે મહા નગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. નવા પદાધિકારીઓની પસંદગી માટે આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં પ્રમુખો, હોદ્દેદારો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. આ નિમણૂકમાં અગાઉ જે પણ વ્યક્તિએ કોઈપણ પ્રકારનો હોદ્દો ભોગવ્યો હશે તો તેમને કોઈપણ કમિટિમાં સ્થાન આપવામાં આવશે નહીં.

નગરપાલિકા, મહા નગરપાલિકા અને જિલ્લા પંચાયતોના હોદ્દેદારોની નિમણૂક બાબતની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં નિરીક્ષકોએ તમામ મુદ્દે તાપસ કર્યા બાદ સંભવિત 1500 જેટલા ઉમેદવારોના શોર્ટ લિસ્ટ કર્યા છે. જેની ચર્ચા પાર્લિયામેન્ટ્રી બોર્ડની બેઠકમાં કરવામાં આવશે. આ વખતે "નો રિપીટ થિયરી" લાગુ કરવામાં આવશે. જેથી ભાજપના કાર્યકર્તાઓ અને નવા લોકોને ચાન્સ મળી શકે. બેઠક બાદ સમયસર હોદ્દેદારો ના નામ જાહેર કરવામાં આવશે...સી.આર.પાટીલ (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ)

નવા ટેલેન્ટને જવાબદારી અપાશેઃ સ્થાનિક સ્વરાજ માં 90 ટકા જેટલી બેઠકો ભાજપ પાસે છે. નવા ચહેરાઓને તક મળે તે માટે જ "નો રીપીટ થિયરી" અપનાવવામાં આવશે. સામાન્ય વ્યક્તિને જ જવાબદારી આપવી તેઓ પક્ષનો પ્રયાસ રહેશે. ભૂતકાળમાં પણ પદ ભોગવી ચુક્યા હોય, સીનિયોરિટી, આવડત વગેરે બાબતોને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવશે. જે લોકો પર ગંભીર આક્ષેપ લાગવામાં આવ્યા છે તેમના પર ખાસ ચર્ચા-વિચારણા કરીને તેઓને હોદ્દો આપવો કે નહીં તે બાબતે પણ પક્ષ નક્કી કરશે.

  1. Loksabah Election-2024: સુરતમાં "મતદાતા ચેતના અભિયાન"નો પ્રારંભ કરાવતા સી.આર. પાટીલ
  2. Junagadh News: જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક તેમજ સાવજ દૂધ ઉત્પાદક સંઘની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા મળી, સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.