ETV Bharat / state

ભાજપ MLA પૂર્ણેશ મોદીએ કહ્યું- 'કોંગી MLAને બે અઠવાડીયા સુધી આઇસોલેશન વોર્ડમાં રાખવા જોઈએ' - rajya sabha election

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. મંગળવારે કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ગૃહમાં હાજર નહતો થયો. કોંગ્રેસના ધારાસભ્યોએ જયપુરમાં ધામા નાખ્યા છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીને લઇને છેલ્લા એક અઠવાડિયાથી ભાજપ અને કોંગ્રેસમાં ધમાસાણ ચાલી રહ્યું છે. ભાજપના સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભાના વોટિંગ પહેલા બે સપ્તાહ સુધી આઇસોલેશન વોર્ડમાં રાખવા જોઈએ.

bjp
ભાજપ
author img

By

Published : Mar 17, 2020, 12:22 PM IST

Updated : Mar 17, 2020, 1:04 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો પર ચૂંટણી થશે. ભાજપ દ્વારા 3 અને કોંગ્રેસ દ્વારા 2 ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસના 5 ધારાસભ્ય રાજીનામાં પણ આપી દીધા છે, વધુ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં ન આપે તે માટે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરમાં ખસેડ્યા છે.

ભાજપ MLA પૂણેશ મોદીએ કહ્યું- 'કોંગી MLAને બે અઠવાડીયા સુધી આઇસોલેશન વોર્ડમાં રાખવા જોઈએ'

મંગળવારે સુરતના ધારાસભ્ય પૂણેશ મોદીએ કહ્યું કે, આજે એક પણ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં હાજર ન હતા. કોરોનાને લઈને વિધાનસભાના ગૃહ બંધ રાખવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે જયપુરથી પરત આવનાર તમામ કોંગ્રેસના ધારાસભ્યોને નિયમ મુજબ 2 અઠવાડીયા સુધી આઇસોલેશન વોર્ડમાં રાખવા જોઈએ.

પૂર્ણેશ મોદીએ કહ્યું કે કોરોના વાઈરસને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસના સમયે કોંગ્રેસના ધારાસભ્યો હાલમાં રાજસ્થાનના જયપુરના પ્રવાસે ગયા છે. રાજસ્થાનમાં પોઝિટિવ કેસ સામે આવ્યો છે, ત્યારે જે ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીના દિવસે ગાંધીનગરમાં આવે ત્યારે તેમણે પહેલા સીધા હોસ્પિટલમાં લઈ જવા જોઈએ અને બે અઠવાડીયા સુધી તેમનું ચેકિંગ કરવું જોઈએ. જે બાદ તેમણે રુટીન પ્રક્રિયા મુજબ જવા આઈસોલેશન વોર્ડમાં રાખવામાં જોઇએ.

Last Updated : Mar 17, 2020, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.