ETV Bharat / state

ચૂંટણીપંચનો નિર્ણય: કામદારોને મતદાન માટે સવેતન રજા - કામદારોને સવેતન રજા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન(First Phase of voting) યોજાનાર છે. મતદાનમાં કોઈ બાકી ન રહી જાય તે માટે ઈલેક્શન કમિશનરે મોટો નિર્ણય લીધો(Election Commission Big decision) છે. જેમાં ઔદ્યોગિક એકમોના કામદારોને સવેતન રજા આપવા જણાવાયું છે. દરેક લોકો લોકશાહીના આ પર્વમાં જોડાઈ વધુને વધુ મતદાન કરે તે માટે રજા જાહેર કરવામાં આવી છે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

કામદારોને મતદાન માટે સવેતન રજા
કામદારોને મતદાન માટે સવેતન રજા
author img

By

Published : Nov 30, 2022, 8:31 PM IST

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઇ ઈલેક્શન કમિશનરે મહત્વનો નિર્ણય(Election Commission Big decision) લીધો છે. દરેક લોકો લોકશાહીના આ પર્વમાં જોડાઈ વધુને વધુ મતદાન કરે તે માટે આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ઔદ્યોગિક એકમોના કામદારો અને નોકરીયાતોને સવેતન રજા(Paid leave to workers and employees of industrial units) આપવાની રહેશે.

કામદારોને સવેતન રજા: 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. લોકશાહીના આ પર્વમાં દરેક લોકો ભાગ લે તે માટે આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. જેમાં કામદારો-નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. તે અંગે સબંધિત વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈ પણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિકે ચૂકવવાનું રહેશે.

વર્ષ 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ: માં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર ધંધા-રોજગાર ઔદ્યોગિક એકમ કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેમના કામદાર/કર્મચારીઓને બે તબક્કામાં એટલે કે અનુક્રમે તા. 1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બરના રોજ જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે.

નિયમનો ભંગ કરનારને કરાશે દંડ: નોંધાયેલ મતદાર જે વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જો સામાન્ય કે પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવો મતદાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(બી)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે, તેમ પણ મુખ્ય નિર્વાચન અધિકારીએ વધુમાં જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.