ગાંધીનગર: ગુજરાતના રોડ રસ્તા ઉપર કોઈપણ પ્રકારના વી વીઆઈપી મોમેન્ટ હોય ત્યારે પ્રોટોકોલ લાગુ પડે છે. આ પ્લોટોકોલમાં કોઈપણ સામાન્ય નાગરિક પોતાનું વાહન લઇને પ્રવેશી શકતું નથી. ત્યારે આજે મહેસાણામાં હાજરી આપવા જઈ રહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના સાથે ખૂબ જ મોટી ચૂક જોવા મળી હતી. જેમાં એક અજાણ્યા કાર ચાલક મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પાછળ જોડાયા હતા. જે બદલ ગાંધીનગરના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ નોંધાઇને કારચાલકની તપાસ હાથ ધરાઈ છે.
ગાડી પાછળ ચલાવવાની ઘટના: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ બપોરે 12:40 કલાકથી 1.20 મિનિટ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મહેસાણાથી ગાંધીનગર પરત આવી રહ્યા હતા. તે દરમિયાન આરોપી એક કાળા કલરની બ્લેક ફિલ્મ લગાવેલી અને નંબર પ્લેટ વગરની ઠારગાડી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કોનવોમાં પ્રોટોકોલ વિરુદ્ધ પોતાની ગાડી પાછળ ચલાવવાની ઘટના બની હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર: જેમાં મુખ્ય પ્રધાનના સિક્યુરિટી દ્વારા તેમને બહાર નીકળવાનો ઈશારો કરવા છતાં પણ તેઓ નીકળ્યા ન હતા. ત્યારે સમગ્ર મામલે ગાંધીનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ હેડ કોન્સ્ટેબલ શૈલેષ તભાઈ દ્વારા લખવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ ફરિયાદ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી મનુભાઈ રબારી કે જેઓ મૂળ ચડાસણા ગામ તાલુકો કડી અને જિલ્લો મહેસાણાના વતની છે.
કાયદેસરની ફરિયાદ: આશરે 12:30 વાગ્યાની આસપાસ મુખ્ય વેદાંત ઉપેન્દ્ર પટેલના કોનોમાં પાછળના ભાગે કાળા કલરની બ્લેક ફિલ્મ સાથે નંબર પ્લેટ વગરની ગાડી સીએમના કોનવોમાંથી પસાર થવાનો પ્રયત્ન કર્યો અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાફલાની છેલ્લી ગાડી એ તેમને શોભાવ્યા હતા. આ દરમિયાન અને તેમની ગાડીની પણ તપાસ કરાવી હતી. પરંતુ કોઈ પણ પ્રકારની કોઈ ચીજ વસ્તુ મળી આવી ન હતી. ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના ગેરકાયદેસર રીતે પ્રવેશવું અને સરકારી કામકાજમાં રૂકાવટ ઊભી કરવી તથા મોટર વ્હીકલ એક્ટ 50 અને 177 મુજબ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.
2 વખત એમ્બ્યુલનસ એન્ટ્રી: મોદીના કોવનયોમાં 2 વખત એમ્બ્યુલનસ એન્ટ્રી કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી અર્થે ચાર પ્રસાદ માટે ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં પ્રવાસે આવતા હતા. ત્યારે અમદાવાદના એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો એસ જી હાઇવે થી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન જ એક એમ્બ્યુલન્સ તેમના કાફલા બાજુમાંથી પસાર થઈ હતી.
વીઆઈપી પ્રોટોકોલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્બ્યુલન્સના રસ્તો પણ આપ્યો હતો. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ બે વખત એમ્બ્યુલન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને પસાર કરીને નીકળી હતી. ઉલ્લેખનીય છે કે વીઆઈપી પ્રોટોકોલમાં ઈમરજન્સી વાહનોને મંજૂરી હોય છે. પરંતુ કોઈ પણ ખાનગી વ્યક્તિ અથવા તો ખાનગી વાહનોને પ્રોટોકોલ તોડવાની કોઈ જ પ્રકારની પરવાનગી આપવામાં આવતી નથી.