ગાંધીનગર: લોકડાઉન દરમિયાન નાના બાળકોને માનસમાં હવે ડોક્ટર પોલીસ અને મીડિયાકર્મી બનવાનું સપનું જોવામાં આવી રહ્યું છે, ત્યારે બોપલ વિસ્તારમાં 5 વર્ષની બાળકી પલક રાજ્યગુરૂએ નાની ઉંમરે જ ડોક્ટર બનવાનું નક્કી કરી લીધું છે અને તેને પોતાના નામ આગળ પણ ડોકટર લગાવીને ડોકટર પલક તરીકે જ લોકો તેને સંબોધે તેવી પણ વાત કરી છે.
પલકે લોકોને અપીલ કરી હતી કે, કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. કંઈ પણ થાય આપણે ઘરે જ રહેવાનું છે. જો કોઈ કામથી ઘરની બહાર જવાનું થાય તો માસ્ક પહેરીને જ બહાર જવું અને ઘરે આવીને તરત જ સેનેટાઈઝરથી હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે.