ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે એ જે શાહને રાજ્ય સરકારે દ્વારા સતત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું અને 30 જુન 2024 સુધી એક્સટેન્શન ચાલુ હતું. પરંતુ રાજ્ય સરકારે અચાનક જ ઓર્ડર કરીને આ એક્સટેન્શનનો અંત લાવવામાં આવ્યો છે અને હવે ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે બંછાનિધિ પાનીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
![શિક્ષણ બોર્ડના નવા ચેરમેન બન્યા બંછાનિધિ પાની](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-11-2023/gj-gnr-14-education-department-big-changes-photo-story-7204846_06112023185930_0611f_1699277370_884.jpg)
એ.જેમ શાહે રાજીનામું આપ્યું: ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે એ જે શાહ છેલ્લા કેટલાય વર્ષોથી અને લાંબા સમયથી એક્સટેન્શન ઉપર જ રાખવામાં આવ્યા હતા. આ એક્સ્ટેંશન બાબતે અનેક અહેવાલો અને ફરિયાદો સરકારને પ્રાપ્ત થતી હતી. પરંતુ એ જે શાહને રાજ્ય સરકારે દ્વારા એક્સટેન્શન સતત આપવામાં આવતું હતું. પરંતુ આજે એ.જેમ શાહે રાજીનામુ આપી દેતા સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.
![શિક્ષણ બોર્ડના નવા ચેરમેન બન્યા બંછાનિધિ પાની](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-11-2023/gj-gnr-14-education-department-big-changes-photo-story-7204846_06112023185930_0611f_1699277370_1034.jpg)
બે IAS અધિકારીઓની બદલી: રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા વધુ બે જેટલા IAS અધિકારીઓની પણ બદલી અને ચાર્જનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં 2005ના અધિકારી રણજીત કુમાર કે જેઓ પબ્લિક એન્ટરપ્રાઇઝના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તેઓને હવે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિજય કોઠારી કે જેઓ ડેપ્યુટેશન ઉપર દિલ્હીમાં હતા તેઓને ગુજરાત સરકારમાં નાણા વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે જે.પી. ગુપ્તાને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે આ ઉપરાંત વિજય કોઠારીને બ્યુરો ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના કમિશનર તરીકેની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
![ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં બદલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-11-2023/19958841_1.jpg)
![ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં બદલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-11-2023/19958841_1235.jpg)
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં બદલી: દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારે 50 જેટલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3ના 50 અધિકારીઓની બદલી કરવામાં આવ્યા છે, આમ દિવાળીમાં પ્રદૂષણ બાબતે વિભાગ એક્ટિવ હોય છે ત્યારે નવા અધિકારો નવી જગ્યા હવે ફરજ નિભાવવાની રહેશે.