ETV Bharat / state

અયોધ્યા ચુકાદો: ગુજરાતમાં હાઈ એલર્ટ, રાજકીય કાર્યક્રમો રદ, CM શિડ્યુલમાં પણ ફેરફાર - ayodhya verdict today

ગાંધીનગર: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપ પક્ષ દ્વારા જે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તે પણ અયોધ્યા ચુકાદાને લઇને રદ કરવામાં આવ્યા છે સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજકોટ શિડ્યુલમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે.

અયોધ્યા કેસ: ગુજરાતમાં હાઈ એલર્ટ, રાજકીય કાર્યક્રમો રદ, CM શિડ્યુલમાં પણ ફેરફાર
author img

By

Published : Nov 9, 2019, 2:23 AM IST

ઉલ્લેખનીય છે કે, રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો મહત્વનો ચુકાદો આવતીકાલે 10:30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે. અયોધ્યાના ચુકાદાને લઇને ગુજરાતમાં પણ તકેદારીના ભાગરૂપે પોલીસ વડા દ્વારા તથા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા રાજ્યની પોલીસને વધુ સુરક્ષા આપવાની સુચના આપવામાં આવી છે.

જેમાં વધારાની પોલીસ અને SRPને તૈનાત કરવાની સૂચના સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અધિક ગૃહ સચિવ અને DGPએ તમામ રેન્જ આઈજી-પોલીસ કમિશ્નરને સૂચના આપી છે.

અયોધ્યા ચુકાદો: ગુજરાતમાં હાઈ એલર્ટ, રાજકીય કાર્યક્રમો રદ, CM શિડ્યુલમાં પણ ફેરફાર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં RAFની વિવિધ ટીમને ડિપ્લોય કરવામાં આવશે. જ્યારે વહેલી સવાર સુધી તમામ એજન્સીને પોઝિશન લેવા માટે સુચના આપવામાં આવી છે. જ્યારે પોલીસનું સાયબર સિક્યુરિટી વિભાગ પણ સોશિયલ મિડીયા પર પણ નજર રાખશે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારને કારણે ભાજપ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ અયોધ્યા ચુકાદાને લઈને ભાજપ પક્ષ દ્વારા તમામ સ્નેહમિલનના કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બપોરના ત્રણ કલાકથી રાજકોટના અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા પરંતુ અયોધ્યાના ચુકાદાને કારણે તેઓએ પણ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.

Intro:Approved by panchal sir

નોંધ : પોલીસ ના વિઝ્યુલ, સીએમ ના ફાઈલ ફૂટેજ અને પોલીસ ચેકીંગ ના વિડિઓ મુકવા વિનંતીજી

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ સાથે જ ભાજપ પક્ષ દ્વારા જે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તે પણ અયોધ્યા ચુકાદાને લઇને મદદ કરવામાં આવ્યા છે સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના રાજકોટ સીડ્યુલ માં પણ ફેર ફાર જોવા મળી રહ્યા છે...
Body:રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ નો મહત્વનો ચુકાદો આવતીકાલે 10:30 કલાકે દેશની સર્વોચ્ચ એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે તેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં પણ તકેદારીના ભાગરૂપે પોલીસ વડા દ્વારા તથા રાજ્યના મુખ્ય ભજન વિજય રૂપાણી રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અયોધ્યાના ચુકાદાને લઇને રાજ્યની પોલીસને વધુ સુરક્ષા આપવાની સુચનક આપવામાં આવી ચેમ જેમાંવધારાની પોલીસ કુમક અને એસઆરપી તૈનાત કરવાની સૂચના સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અધિક ગૃહ સચિવ અને ડીજીપીએ તમામ રેન્જ આઈજી - પોલીસ કમિશ્નરને આપી સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં RAFની વિવિધ ટીમને ડિપ્લોય કરવામાં આવશે. જ્યારે વહેલી સવાર સુધી તમામ એજન્સીને પોઝિશન લેવા માટે સુચના આપવામાં આવી છે. જ્યારે પોલીસ નું સાયબર સિક્યુરિટી વિભાગ પણ સોશિયલ મિડીયા પર પણ નજર રાખશે. Conclusion:ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને કારણે ભાજપ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા માં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ અયોધ્યા ચુકાદાને લઈને ભાજપ પક્ષ દ્વારા તમામ સ્નેહમિલન ના કાર્યક્રમ પણ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બપોરના ત્રણ કલાકથી રાજકોટમાં અનેક વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા પરંતુ અયોધ્યાના ચુકાદાને કારણે તેઓએ પણ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.