ગાંધીનગર: રાજ્યની 8 કોર્પોરેશન વિસ્તારમાં મોટા ભાગના કામ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં ફ્લેક્સ બેનર, પ્રિન્ટિંગ બાબત ટેન્ડર કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 10 વર્ષથી સતત ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં ફ્લેક્સ બેનર અને કોર્પોરેશન ઓફિસમાં પ્રિન્ટીંગનું કામકાજ પહેલા ક્વોટેશનથી આપતા હતા. હવે ટેન્ડર પ્રક્રિયા થતાં ટેન્ડર લેવા માટે કોર્પોરેશનમાં જે વસ્તુઓની જરૂરિયાત ખૂબ ઓછી હતી તેવી વસ્તુના ભાવ ખૂબ ઓછા મુખ્ય હતા. જે જરૂરિયાત વધુ હોય તેવા સ્ટેશનરીના ભાવ ખૂબ ઊંચા મૂકીને ટેન્ડર લીધું હોવાનું સામે આવતા કોર્પોરેશન દ્વારા એન્જસી વિરુદ્ધ પગલાં લેતા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સુધીની વિચારણા હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો ?: બેસ્ટ કોમ્પ્યુટર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેશનરી અને ફ્લેક્સ બેનર માટે ટેન્ડરિંગ ભરવામાં આવ્યું હતું. જેમાં ટેન્ડરિંગ તો તેને પ્રાપ્ત થયું હતું. પરંતુ કોર્પોરેશન દ્વારા ફરીથી આ ટેન્ડરની તપાસ કરવામાં આવતા જે ચીજ વસ્તુઓની કોર્પોરેશનમાં ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે તેવા વસ્તુઓના ભાવ એજન્સી દ્વારા ખૂબ નીચા પ્રમાણમાં મૂકવામાં આવ્યા હતા અને જે ચીજ વસ્તુઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેના ભાવ એજન્સી દ્વારા વધુ ભાવ મૂકવામાં આવ્યા હતા. ત્યારે કોર્પોરેશન દ્વારા આ એજન્સીને રેટિંગમાં ઘટાડો કરીને એલ 1 થી એલ 3 સુધી લાવવાનું નક્કી કર્યું હતું અને જે એજન્સીએ ઓછા ટેન્ડરિંગ કર્યું હતું તેવી એજન્સીને આ ટેન્ડર આપવામાં આવ્યું હતું. રેટિંગ ઓછું કરવાને કારણે એજન્સી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી.
" એજન્સીને L3 કેટેગરીમાં મૂકવાને કારણે એજન્સી દ્વારા કોર્પોરેશન વિરુદ્ધમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે કોર્પોરેશન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે. આમ હાઇકોર્ટ કાઈ કરી શકશે નહીં.'- જશવંત પટેલ, ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન
બેસ્ટ કમ્પ્યુટર GMC સાથે 10 વર્ષથી સંકળાયેલ: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે વધુમાં નિવેદન આપ્યું હતું કે વર્ષ 2013થી અત્યાર સુધી કોટેશન ઉપર જ કામ કરવામાં આવતું હતું અને છેલ્લા દસ વર્ષથી બેસ્ટ કોમ્પ્યુટર સર્વિસ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલી હતી ત્યારે છેલ્લા 10 વર્ષમાં એજન્સી દ્વારા જેટલા પણ કામો કરવામાં આવ્યા છે તે તમામ કામોની તપાસ કરવામાં આવશે અને જો યોગ્ય જણાશે અને પુરાવા મળશે તો આ કંપનીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બ્લેક લિસ્ટ પણ કરવામાં આવશે.