આ બાબતે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુગાન્ડામાં યોજાયેલ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનની બેઠકમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષ તથા લોકસભાના અધ્યક્ષ હાજર રહ્યાં હતા. સાથે જ 65 દેશના 175 જેટલા સભ્યો આ કોન્ફરન્સમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે, આ કોન્ફરન્સનો હેતુ લોકશાહીમાં કઈ રીતે કામ કરવું અને લોકો માટે શું કરવું તે હતો. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત ગુજરાત રાજ્યને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીએ સીએમ તરીકે રહીને કયા કામ કર્યા અને કેવી રીતે કામ કર્યા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં જુદા જુદા 10 મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ સંવિધાનના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કર્યા છે, જ્યારે ગુજરાતને મોટું સૌભાગ્ય મળ્યું બે વર્કશોપમાં ગુજરાતના સ્પીકરને પેનલની અંદર બેસવાની તક મળી છે. જે મુદ્દે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું, તદ્દઉપરાંત મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેમને 21 મુદાઓ પર ભાર મુક્યો હતો. તે તમામ મુદ્દાઓ મેં રજૂ કર્યા હતા. તમામ લોકો આ મુદ્દાઓના વખાણ કર્યા હતા. દેશમાંથી હાલ ગામડાઓ ખતમ થઈ રહ્યા છે અને શહેર વધી રહ્યાં છે. ગામડાઓ બચાવવા માટે કેવા પગલાં ભરવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.