ગાંધીનગર : આધુનિક રેલ્વે સ્ટેશન સાબરમતી ખાતે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનનો પ્રથમ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. સાબરમતી રેલવે સ્ટેશનના મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબથી દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે.
-
Terminal for India's first bullet train!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
">Terminal for India's first bullet train!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9xTerminal for India's first bullet train!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યો વીડિયો : બુલેટ ટ્રેનની આતુરતા સમગ્ર દેશને વર્ષોથી છે. મોદી સરકારના આવ્યા બાદ 2017માં પ્રથમ વાર બુલેટ ટ્રેનનો આરંભ થયો હતો. વર્ષ 2020માં આરંભ થવાની દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પહેલું રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે સાબરમતી ખાતે તૈયાર થઈ ગયું છે. વિવિધ સવલતો અને મોર્ડન ટેકનોલોજીથી સજ્જ દેશના બુલેટ ટ્રેનના પ્રથમ રેલવે સ્ટેશનના મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબનો વીડિયો રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરી દરેક ભારતીયોને રોમાંચિત કર્યા છે.
બુલેટ ટ્રેનના પ્રથમ સ્ટેશનનો વીડિયો : ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે ટર્મિનલના નામે 43 સેકન્ડનો સાબરમતી બુલેટ ટ્રેનના પ્રથમ સ્ટેશનનો વીડિયો જાહેર થયો છે. મોર્ડન અને ભારતીય વિરાસતના સંયોજન થકી સર્જાયેલ સાબરમતી રેલવે સ્ટેશનમાં બુલેટ ટ્રેન માટેના ટર્મિનલ તૈયાર થયા છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવના ટ્વીટ દ્વારા રજૂ કરાયેલ 43 સેકન્ડના વીડિયોનું ટાઈટલ છે, ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે ટર્મિનલ.
બુલેટ ટ્રેન અમદાવાદ - મુંબઇ વચ્ચે દોડશે : વર્ષ-2017માં અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થશે એવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. વર્ષ - 2017માં બુલેટ ટ્રેન 2020માં કાર્યાન્વિત થશે એવું આયોજન હતું, પણ જમીન સંપાદનના મુદ્દે વિવિધ અડચણોના કારણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ લંબાયો છે. હાલના અનુમાન પ્રમાણે દેશની પ્રથમ બુલેટ ટ્રેન 2026ના ઓગસ્ટ સુધીમાં દોડી શકશે.
બુલેટ ટ્રેનની વિશેષતા : દેશની અમદાવાદ - મુંબઇ વચ્ચેની પ્રથમ બુલેટ ટ્રેનની સફરમાં કુલ 12 રેલ્વે સ્ટેશન છે. જમીન ઉપર વિશિષ્ટ સ્તંભોથી એલિવેેટ કરીને બુલેટ ટ્રેન સ્તંભો પરની લાઇન પર દોડશે. બુલેટ ટ્રેન થકી અમદાવાદ - મુંબઈ વચ્ચેના 508 કિ.મીના અંતર વચ્ચે 350 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. બુલેટ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રી બુલેટ ટ્રેન થકી બે કલાક સાત મિનિટમાં મુંબઈ પહોંચી શકશે.