ગાંધીનગરઃ વૈશ્વિક મહામારી બાદ આ વર્ષે તહેવારો રંગે અને ચંગે ઉજવણી કરાઈ રહ્યા છે, ત્યારે 31મી ઓગષ્ટના રોજ ગણેશ ચતુર્થીનો(Ganesh chaturthi) તહેવાર આવી રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહ વિભાગ(State Home Ministry) એ પણ ખાસ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાએ(DGP Ashish Bhatiya) તમામ શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિકારી સાથે મહત્વની વીડિયો કોન્ફરન્સ કરીને સુરક્ષાની અંગેની ચર્ચા કરી જરૂરી સૂચના આપી છે.
આ પણ વાંચોઃ ક્યારે છે ગણેશ ચતુર્થી, જાણો તેની તારીખ, મહત્વ અને વિસર્જન વિશે
DGPનું સૂચનઃ રાજ્યમાં આવી રહેલા ગણેશ ઉત્સવ શાન્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થાય, તેમજ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની(Central Pollution Board) ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા આયોજન કર્યુ છે. જેના માટે રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ તમામ શહેર અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની વીડિયો કોન્ફરન્સ કરી સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે ગણેશ ઉત્સવને લઈ તમામ એકમોમાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા બેઠકમાં આદેશ કરાયા છે. આગામી તારીખ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં ગણેશઉત્સવનું આયોજન થવાનું છે. આ ઉત્સવમાં કોઈપણ જાતના છમકલા થાય નહીં અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ગણેશઉત્સવ (Ganesh Chaturthi 2022) ઉજવાય અને કાયદો,વ્યવસ્થા જળવાય તે માટે તમામ શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમજ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની (Central Pollution Board)ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા આયોજન કર્યુ છે.
ટેકનોલોજીનો ઉપયોગઃ રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં તમામ એકમોને ગણેશઉત્સવ પર્વ અંતર્ગત જરૂરી એક્શન પ્લાન બનાવી શાંતિ સલામતી અને સુરક્ષાના પગલાં લેવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉપરાંત ગણેશવિસર્જન સમયે રોડ ઉપર પોલીસવિભાગ સીસીટીવી કેમેરા(CCTV Camera) બોડી વોર્ન કેમેરા(Body Worn Camera) જેવા ટેકનોલોજી યુક્ત સાધનોનો ઉપયોગ કરે. વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા તેમજ અન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખે.
આયોજકો સાથે બેઠકઃ બીજી તરફ જે પણ જગ્યાએ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યાં પોલીસનું સતત પેટ્રોલિંગ થશે. ખાસ કરીને જ્યાં સંવેદનશીલ જગ્યાઓ છે ત્યાં વિશેષ પોલીસસ્ટાફને તૈનાત કરીને સુરક્ષા અંગે પગલાં લેવાશે. આ માટે પોલીસે જે તે ગણેશપંડાલના આયોજકો સાથે તબક્કાવાર બેઠક યોજવા સૂચના અપાઈ છેે.
આ પણ વાંચોઃજાણો કોણ છે રામદેવપીર અને શું છે તેનો ઈતિહાસ
સોશિયલ મીડિયા પર નજરઃ ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav)દરમિયાન સોશિયલ મીડિયાના(social media) માધ્યમ થકી ગુજરાતની શાંતિ ડોહળવાની પ્રવૃત્તિ જણાય તો તેવા અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરે તેવી સ્પષ્ટ સૂચના આશિષ ભાટિયા દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં વધુ પોલીસ ફોર્સ ની જરૂર પડે તેવા વિસ્તારોમાં વધારાની એસઆરપીની કંપની તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે.