ગાંધીનગર: ગુજરાતમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. 4 એપ્રિલના રોજ મળેલ કેબીનેટ બેઠકમાં 15 જિલ્લાના 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 2,785 જેટલા ગામને વિસ્તારમાં પાક નુકસાની થયો હતો અને રાજ્ય સરકારે સર્વે પણ કરાવ્યો હતો. જે અંતર્ગત 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકાથી વધુ અસરગ્રસ્ત થયો હતો અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની વિગતો પણ પ્રાપ્ત થઈ હોવાનું પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું. આજે 4 મેના રોજ રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકાને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ માર્ચ મહિનામાં માસમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મિલીલીટરથી 47 મિલીલીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીલીટરથી વધુ વરસાદ નોંધાયો હતો.
ખેડૂતોને મળશે સહાય: રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળેલ છે. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.
'ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર 13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.9500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ 23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.18,000 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી 12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ 30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ 4000 કરતાં ઓછી હશે તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી 4000ની સહાય ચૂકવવામાં આવશે.' -ઋષિકેશ પટેલ, રાજ્ય સરકારના પ્રવક્તા
આ પણ વાંચો Gujarat Weather Effect: કમોસમી વરસાદે ખેડૂતોની આંખમાંથી દરિયો છલકાવ્યો, માથે હાથ દઈ રડ્યા Jamnagar News : જામજોધપુર અને લાલપુરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પથારી ફરી ગઈ |
સહાય ક્યારે આપવામાં આવશે તેને લઈને સસ્પેન્સ: રાજ્યના પ્રથમ ઋષિકેશ પટેલે કૃષિ સાહેબ બાબતે આગામી દિવસમાં ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમુના આઠ(અ) તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમુના 7/12 ના ઉતારો સહિત પુરાવા આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે પરંતુ કૃષિ સહાયનું ફોર્મ ક્યારથી ભરવાનું શરૂ થશે સરકાર ક્યારેય સહાય આપશે તે બાબતે કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરી ન હતી.