ETV Bharat / state

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થીઓમાં રોષ - બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય પસંદગી ગૌણ સેવા મંડળ દ્વારા 20 ઓક્ટોબરના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 8 દિવસ બાકી હતાં, ત્યારે રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરી હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થીઓમાં રોષ
author img

By

Published : Oct 12, 2019, 12:25 PM IST

20 ઓક્ટોબર રવિવારના દિવસે ગુજરાત રાજ્ય ગૌણ સેવા આયોગ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 3820 જેટલા ઉમેદવારોની ખાલી ભરતી માટે 20 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, પરીક્ષાના આઠ દિવસ પહેલાં જ રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય જાહેર કરતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠયો છે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થીઓમાં રોષ

વિદ્યાર્થીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "આવી કેવી વ્યવસ્થા છે. પરીક્ષાના આઠ દિવસ પહેલા તેને રદ્દ કરવી પડે છે. વિદ્યાર્થીઓની ચિંતા કર્યા વિના જ તંત્ર મનફાવે તેમ નિર્ણય લે છે. જેના કારણે અમારું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે. અમે વર્ષથી પૈસા ખર્ચીને મહેનત કરીને પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે લબાડ તંત્ર અમારા ભવિષ્યને રમત સમજીને અમને રમાડી રહ્યું છે. બસ હવે બહુ થયું. સરકારની મનમાની ચલાવી લેવામાં નહીં આવે."

આમ, ગાંધીનગર અને રાજ્યના અન્ય મોટા જિલ્લાઓમાં ગામડાના વિદ્યાર્થીઓ આર્થિક સમસ્યાઓની વચ્ચે પરીક્ષાની તૈયારીઓ કરે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 3820 ખાલી જગ્યા પૈકી હજારો ઉમેદવારોએ પોતાનું નામાંકન કર્યુ હતું. પરંતુ, રાજ્ય સરકારે છેલ્લા સમયે જાહેરનામું બહાર પાડી પરીક્ષા રદ્દ થઇ હોવાનું જાહેર કર્યુ છે, ત્યારે છેલ્લા છ થી આઠ મહિના સુધી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોની મહેનત સરકારના જો હુકમી નિર્ણયને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે.

Intro:approved by panchal sir

ગુજરાત રાજ્ય પસંદગી ગૌણ સેવા મંડળ દ્વારા 20 ઓક્ટોબરના રોજ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા યોજવાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 8 દિવસ બાકી હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને પરીક્ષા રદ્દ થઇ હોવાની જાહેરાત કરી હતી જેને લઇને પરીક્ષા આપનાર ઉમેદવારો માં ભારે રોષ જોવા મળ્યો હતો જેને લઇને ઉમેદવારોએ રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી..

Body:20 ઓક્ટોબર રવિવારના દિવસે ગુજરાત રાજ્ય ગૌણ સેવા આયોગ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 3820 જેટલા ઉમેદવારોની ખાલી ભરતી માટે ૨૦ હજારથી વધુ ઉમેદવારો એ પરીક્ષા માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ પરીક્ષા ના આઠ દિવસ પહેલાં જ રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ નો નિર્ણય જાહેર વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠયો છે મહત્વની વાત કરવામાં આવે તો મને ગાંધીનગર અને રાજ્યના અન્ય મોટા જિલ્લાઓમાં ગામડાના વિદ્યાર્થીઓ મકાન અને રૂમ ભાડે રાખીને પરીક્ષાની તૈયારીઓ કરતાં હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે પણ નુકસાન થયું હોય તેવા પણ આક્ષેપ ઉમેદવારોએ કર્યા હતા..

આમ ગાંધીનગર ખાતે આવેલ રાજ્ય ગ્રંથાલય ભવન માં પણ છેલ્લા છ મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ પણ ભારે રોષ માં જોવા મળ્યા હતા અને તેઓએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે સરકાર છેલ્લા દિવસોમાં પરીક્ષા રદ કરે છે ત્યારે તેઓને હવે યુવાનોની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે.

વન 2 વન

Conclusion:ઉલ્લેખનીય છે કે 3820 ખાલી જગ્યા પૈકી હજારો ઉમેદવારોએ પોતાનું નામાંકન કર્યું હતું પરંતુ રાજ્ય સરકારે છેલ્લા સમયે જાહેરનામું બહાર કાઢીને પરીક્ષા રદ્દ થઇ હોવાનું જાહેર કર્યું છે ત્યારે છેલ્લા છ થી આઠ મહિના સુધી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોની મહેનત સરકારના જોહુકમી નિર્ણયને કારણે પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.